શ્રાદ્ધઃ પિતૃ પક્ષમાં આવતી નવમી તિથિ અને પિતૃ અમાવસ્યા કેમ છે ખાસ

ભાદરવો મહિનો એટલે કે પિતૃઓને સમર્પિત શ્રાદ્ધ મહિનો ચાલી રહ્યો છે, આપણે બધા જાણીએ જ છીએ કે આ મહિનામાં શ્રાદ્ધ કરવાથી પિતૃ ખુશ થાય છે અને આશિર્વાદ આપે છે. ઉલ્લેખનીય છે કે શ્રાદ્ધ પક્ષ દર મહિને શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે અને અમાસ સુધી ચાલે છે અને આ વર્ષે અમાસ ૧૪મી ઓક્ટોબરે આવી રહી છે, તેથી શ્રાદ્ધ ૧૪મી ઓક્ટોબરે પૂર્ણ થશે. કહેવાય છે કે આ ૧૬ દિવસ પિતૃઓ પૃથ્વી પર રહે છે અને તર્પણથી તેમના આત્માને શાંતિ મળે છે.

ઉલ્લખેનીય છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓનું તર્પણ અને પિંડદાન અથવા શ્રાદ્ધ તિથિ અનુસાર કરવામાં આવે છે. અને જો કોઈ કારણોસર કોઇ વ્યક્તિ આ શ્રાદ્ધ કરી શકતા નથી, તો બે તિથિ છે જેમાં પર તમે શ્રાદ્ધ કરી શકો છો . આ બે તિથી છે નવમી અને સર્વ પિતૃ અમાવસ્યા. ચાલો જાણીએ આ બંને તિથિ આટલી ખાસ કેમ છે?

પિતૃ પક્ષમાં આવતી નવમી તિથિને માતૃ નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તિથિએ સ્ત્રીઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે આ તિથિએ માતા, દાદી જેવા પૂર્વજોનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ વર્ષે આ તારીખ ૭ ઓક્ટોબરે આવી રહી છે. આ દિવસે સ્ત્રી પિતૃઓનું શ્રાદ્ધ કરવું જરૂરી માનવામાં આવે છે. આ પિતૃ પક્ષની છેલ્લી તિથિ અમાસના દિવસે આવે છે. આ દિવસે, તમામ જાણીતા અને અજાણ્યા પૂર્વજાની શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે. તેથી જ તેને સર્વપિત્રી અમાવસ્યા કહેવામાં આવે છે. જો તમને કોઈ પૂર્વજની મૃત્યુ તિથિ યાદ ન હોય અથવા કોઈ અન્ય કારણસર તમે યોગ્ય તિથિએ તેમનું શ્રાદ્ધ ન કરી શકો તો આવા તમામ પૂર્વજાની શ્રાદ્ધ વિધિ આ તિથિએ કરી શકાય છે. તેનાથી તેમના આત્માને શાંતિ મળશે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news