દાહોદના જેકોટ ગામ નજીક મેમુ ટ્રેનનાં ફર્સ્ટ કલાસના ડબ્બામાં આગ લાગી, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

દાહોદઃ દાહોદ જિલ્લામાં એક ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દાહોદના જેકોટ ગામ ખાતે મેમુ ટ્રેનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ૦૯૩૫૦ નંબરની મેમુ ટ્રેન દાહોદથી આણંદ જતી  હતી. જે દરમિયાન એન્જીન પાસે જોડાયેલ ફર્સ્ટ કલાસના ડબ્બામાં આગ લાગી હતી.

દાહોદથી મુસાફરો લઇને આણંદ જઇ રહેલી ટ્રેનનાં ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

દાહોદ સહિત દેવગઢબારીઆ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. દાહોદના જેકોટ ગામ નજીક વહેલી સવારે ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા મુસાફરોમાં અફરા તફરી મચી ગઇ હતી. જો કે સમય સૂચકતાથી તમામ મુસાફરોને ટ્રેનની નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. જેના કારણે મોટી જાનહાની ટળી છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને ઘટના કેવી રીતે બની તેની તપાસ કરી રહ્યા છે. તો બીજી તરફ દિલ્હીથી બોમ્બે રેલ માર્ગ સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news