બાલી સાગરમાં તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયોઃ CENC
જકાર્તા: ઇન્ડોનેશિયાના બાલી સાગર ક્ષેત્રમાં મંગળવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે જાનહાનિની સંખ્યા વિશે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
ચાઇના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટર (CENC) એ જણાવ્યું હતું કે ઊંડા સમુદ્રના ભૂકંપને કારણે આ વિસ્તારમાં સુનામીનો કોઈ ખતરો નથી. CENCએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 520 કિમીની ઊંડાઈએ 6.80 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ અને 116.60 ડિગ્રી પૂર્વ રેખાંશ પર સ્થિત હતું.