33માં ભૂચર મોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ 2023ના સંકલન માટે કન્વિનર અને સહ-કન્વિનરની નિમણુંક કરાઈ
આગામી મહિનાની 6 સપ્ટેમ્બર તારીખે ભૂચર મોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ આયોજિત થવા જઇ રહ્યો છે, ત્યારે આ સમારોહ માટે કન્વિનર અને સહ-કન્વિનરની નિમણુંક કરવામાં આવી છે.
તાજેતરમાં તારીખ 15 ઓગસ્ટના રોજ ભૂચર મોરી શહીદ સ્મારક ખાતે આયોજક સમિતિની મળેલી મીટીંગમાં તારીખ 6 સપ્ટેમ્બરના રોજ યોજાનાર અગામી ભૂચર મોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહના કન્વિનર તરીકે નિરૂભા ઝાલા, મોરબીની નિમણુંક કરવામાં આવી છે, જ્યારે સહ- કન્વિનર તરીકે ડૉ. રાજેન્દ્રસિંહ જાડેજા, મોટા વાગુદળ, નીરૂભા જાડેજા, ધ્રોલ, ઘનશ્યામસિંહ ઝાલા, જામનગર અને કિશોરસિંહ જેઠવા, રાજકોટની નિમણૂક કરવામા આવી છે.
33માં ભૂચર મોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ 2023 માટે નવનિયુક્ત કન્વિનર અને સહ- કન્વિનર સાથે સંકલન કરવાનું રહેશે. આ ઉપરાંત ઘોડેસવારી સ્પર્ધા માટે કન્વિનર તરિકે સહદેવસિંહ જાડેજા અને સહ- કન્વિનર તરીકે અર્જુનસિંહ જાડેજા સાથે તેમજ તલવારબાજી સ્પર્ધાના કન્વિનર તરીકે કિશોરસિંહ જેઠવા સંકલન કરવાનું રહેશે.
એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે યુવા પાંખના સભ્યો ઘોડેસવારી સ્પર્ધા અને તલવારબાજી સ્પર્ધાના અયોજનમાં સક્રિય ભૂમિકા ભજવશે. જેઓના નામ યુવા પાંખના પ્રદેશ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ઝાલા આપશે.
આ સાથે આયોજકો દ્વારા એક ઈમેજ આપવામાં આવી છે, જેને સમર્થકો પોતાના સોશિયલ મીડિયાના ડીપી તરીકે મુકી શકે છે, તેવું આહ્વાન કરવામાં આવ્યું છે.