સ્ટેટ લેવલ એપ્રુવલ કમિટીની બેઠક યોજાઇ, 45 પેન્ડિંગ અરજી મંજૂર કરી એકમોને સહાય ચૂકવવા ઉદ્યોગ વિભાગના અધિકારીને સૂચના અપાઇ

ગાંધીનગરઃ સ્ટેટ લેવલ એપ્રુવલ કમિટીની બેઠક યોજાઇ હતી, જેમાં ટૂંકાગાળામાં 45 પેન્ડિંગ અરજી મંજૂર કરી એકમોને સહાય ચૂકવવા ઉદ્યોગ વિભાગના અધિકારીને સૂચના આપવામાં આવી છે.

ઉદ્યોગ વિભાગની ગુજરાત ટેક્ષટાઇલ પોલિસી-૨૦૧૨ની વિવિધ યોજના પરત્વે પ્રોત્સાહન મંજૂર કરવા બાબતે તાજેતરમાં માળખામાં સુધારો કરવા સમિતિની રચના કરવામાં આવી હતી. આ સંદર્ભે આજે તા.૦૨.૦૮.૨૦૨૩ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં સ્ટેટ લેવલ એપ્રુવલ કમિટીની બેઠક યોજાઇ અને ઠરાવ પ્રસિધ્ધ થયાથી ખૂબ જ ટુંકાગાળામાં ૪૫ પેન્ડીંગ અરજીઓ મંજૂર કરી સદર એકમોને આગામી સમયમાં અંદાજિત રૂ.500 કરોડ જેટલી સહાય ચુકવવાની કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવા ઉદ્યોગ વિભાગના અધિકારીને સૂચના આપી હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news