૨૭ જુલાઈથી ૫ ઓગસ્ટમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે : અંબાલાલ પટેલ

આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે જે આગાહી કરી છે, જો એવી સ્થિતિ ઉભી થઈ તો પથારી ફરી જશે. આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે આગાહી કરી છેકે, ફરી એકવાર ગુજરાતમાં બિપોરજોય જોવા ઘાટ ઘડાશે. ફરી એકવાર ગુજરાત પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ. જો આ આગાહી સાચી પડી તો ગુજરાતની હાલત ખરાબ થઈ શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છેકે, ગુજરાતમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડી શકે છે.

એટલું જ નહીં અંબાલાલે જણાવ્યું છેકે, ગુજરાતમાં ૧૦૦ કિ.મી.ની રફતારથી સુસવાટા સાથે ભારે પવન ફૂંકાશે. પવનની સાથો-સાથ નદીઓમાં ઘોડાપુર આવશે. રાજ્યભરની મોટાભાગની નદીઓમાં આ સિસ્ટમની અસર જોવા મળશે. જો નદીઓમાં ભારે પુર આવ્યું તો ઘરોમાં પણ ઘુસી શકે છે નદીઓનું પાણી. ઉલ્લેખનીય છેકે, ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના જૂનાગઢ સહિતના વિવિધ જિલ્લાઓમાં હાલ સ્થિતિ ખુબ ખરાબ છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરામતાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી હતી. સામાન્ય જનજીવન અસ્તવસ્ત થઈ ગયું હતું અને હજુ પણ કેટલાક સ્થળોએ લોકોની રોજબરોજની જિંદગી પાટા પર ચઢી નથી. વરસાદ અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ૨૬ જુલાઈએ એટલે કે આજે ઓરિસ્સાના દરિયામાં ડીપ ડિપ્રેશન સર્જાશે, જેની અસર દેશનાં પશ્ચિમ ભાગમાં થશે. આજે દેશના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ થશે. ૨૬, ૨૭ અને ૨૮ તારીખે પશ્ચિમ ભાગમાં ભારે વરસાદની શક્યતા છે. મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદની અસર જોવા મળશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news