હવે નર્મદા ડેમ તેની સંપૂર્ણ સપાટીથી માત્ર ૧૦ મીટર જ દૂર
ગુજરાતમાં ચોમાસાનો સારો એવો વરસાદ વરસી ચુક્યો છે. સારા વરસાદના પગલે અનેક નદી-નાળા છલકાઇ ગયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી ૧૨૮.૫૧ મીટરે પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. ત્યારે હવે નર્મદા ડેમ તેની સંપૂર્ણ સપાટીથી માત્ર ૧૦ મીટર જ દૂર છે. પાણીની આવક ૧ લાખ ૧૦ હજાર ૩૫૦ ક્યુસેક પહોંચી છે. ૨૪ કલાકમાં જળ સપાટી ૬૫ સેન્ટિમીટર વધી છે. ત્યારે સરદાર સરોવર ડેમ હવે નજીકના દિવસોમાં જ છલકાય તેવી શક્યતા છે.