અમરેલીના દામનગર નજીક ભારે વરસાદથી રેલવે ટ્રેક પર ધોવાણ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના (ઇટ્ઠૈહ) કારણે અનેક જીલ્લાઓમાં પાણી ભરાયા છે. તો નદીઓમાં ઘોડાપૂર આવતા વાહનવ્યવહાર અને જનજીવનને અસર થઈ છે. ત્યારે અમરેલીના દામનગર નજીક ભારે વરસાદથી રેલવે ટ્રેક પર ધોવાણ થયું છે. જેના કારણે લીલીયા નજીક પસાર થતી તમામ ટ્રેન સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગર પીપાવાવ પોર્ટ ગુડ્સ ટ્રેન પણ બંધ કરાઈ છે. ભારે વરસાદથી કેટલાક સ્થળે રોડ પણ ધોવાયા હતા જેના કારણે એસટી વિભાગને પણ અસર થઈ હતી અને કેટલાક રૂટો રદ કરવામાં આવ્યા હતા. ભારે વરસાદને લઈને જુનાગઢની ૧૦૦ થી વધારે ટ્રીપ રદ કરવામાં આવી હતી. જ્યારે જામનગરમાં ૫ થી વધુ બસના રુટ રદ કરાયા હતા.