જી.એસ.ઇ.સી.એલ, ગાંધીનગર ટીપીએસ ખાતે ૫૨માં રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉત્સાહભેર થઇ ઉજવણી

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના ગાંધીનગર ટીપીએસ ખાતે પરમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉત્સાહભેર ઉજવણી ૦૪ માર્ચ,૨૦૨૩ના રોજ કરવામાં આવી.

૧૯૭૨માં રાષ્ટ્રીય સુરક્ષા કાઉન્સિલની સ્થાપના થઇ જેની યાદગીરીમાં દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ અકસ્માતો અને દુર્ઘટનાઓ અટકાવવા આવશ્યક સુરક્ષાના પગલાં લેવા બાબતે જાગૃતિ ફેલાવવાનો છે.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના માનનીય કેબિનટ મંત્રી ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રમોદ્યોગ નાગરીક ઉડ્ડયન, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર બલવંતસિંહ રાજપૂત, વિશેષ મુખ્ય અતિથિ માનનીય રાજ્યકક્ષાના મંત્રી આદિજાતી વિકાસ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામ વિકાસ મંત્રી કુવરજી હળપતિ, શ્રી ડૉ. અંજુ શર્મા, આઇ.એ.એસ, અગ્રસચિવ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગુજરાત રાજ્ય તેમજ પી. એમ. શાહ ડાયરેક્ટર, ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ગુજરાત રાજ્ય, ડી.એન. પટેલ એક્ઝિક્યુટીવ ડાયરેકટર, જી.એસ.ઇ.સી.એલ. વડોદરા, એ. એન. ઘેરવા વિશેષ મુખ્ય ઇજનેર, ગાંધીનગર ટીપીએસ વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહેલ.

કાર્યસ્થળે થતા અકસ્માતો અને પ્રાણઘાતક ઘટનાઓને નિવારવા અંગે મનોમંથન કરવામાં આવેલ. સદર કાર્યક્રમની શરૂઆત સેફટી ધ્વજારોહણ ધ્વારા કરવામાં આવેલ. તેમજ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવી હતી. જી.એસ.ઇ.સી.એલ. વડોદરાના એક્ઝિક્યુટીવ ડાયરેકટર ડી.એન. પટેલે સ્વાગત પ્રવચન કરી સહુ મહેમાનોને આવકારેલ. સદર કાર્યક્રમમાં માનનીય મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતુ.

ઉપસ્થિત સૌ કર્મચારીઓને સિનિયર સેફટી ઓફિસર એ.બી. ચૌધરી ધ્વારા સુરક્ષા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામા આવી હતી. આ પ્રસ્સે માનનીય રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ધ્વારા પ્રાસંગૌચીત પ્રવચન કરવામાં આવ્યું, જેમાં તેમને સૌ કર્મચારીઓ સુરક્ષાના નિયમોનું પાલન કરે તેનુ આહ્વાન કર્યું હતુ. તેમજ માનનીય કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉદ્યોગો લઘુ, સુક્ષ્મ અને મઘ્યમ ઉદ્યોગો, કુટીર ખાદી અને ગ્રામોદ્યોગો, નાગરીક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર દ્વારા આશીર્વચન આપ્યું હતપ, જેમાં તેમણે જણાવેલ કે ઉદ્યોગો અને કામદારો એ એક સિક્કાની બે બાજુ છે. કામદારોને સોપવામાં આવેલ કામ યોગ્ય સમજણથી તેમજ યોગ્ય કૌશલ્ય વાપરીને કરવામાં આવે તો કાર્યસ્થળે અકસ્માતની શક્યતા ચોક્કસ રીતે નિવારી શકાય.

સુરક્ષાને લગતી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કર્મચારીઓને ઉપસ્થિત માનનીય મહાનુભાવો ધ્વારા ઇનામ વિતરણ કરવામાં આવેલ. સમારોહના અંતે વિશેષ મુખ્ય ઇજનેર એ. એન. ઘેરવરા ધ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જી.એસ.ઇ.સી.એલ. ગાંધીનગર ટીપીએસ તેમજ કોર્પોરેટ ઓફેસના અધિકારીઓ, કર્મચારીઓ સહભાગી થયા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news