આ કંપનીની કોરોના વેક્સિનના ૫ કરોડ ડોઝ બે મહિના પછી થઈ જશે બેકાર!
ભારત બાયોટેક પાસે કોવિડ-૧૯ વેક્સિનનાં લગભગ ૫ કરોડ ડોઝ બાકી છે. તેનો ઉપયોગ કરવાની સમયમર્યાદા આવતા વર્ષે પૂરી થશે. ઓછી માંગને કારણે તેમની પાસે કોઈ ખરીદનાર નથી. વેક્સિનની ઓછી માંગના કારણે ભારત બાયોટેકે આ વર્ષની શરૂઆતમાં બે ડોઝ કોવેક્સીન રસીનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. જો કે, તેણે ૨૦૨૧ના ??અંત સુધીમાં એક અબજ ડોઝનું ઉત્પાદન કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે ભારત બાયોટેક પાસે જથ્થાબંધ કોવેક્સીનના ૨૦ કરોડથી વધુ ડોઝ છે અને શીશીઓમાં લગભગ ૫૦ મિલિયન ડોઝ ઉપયોગ માટે તૈયાર છે. રસીની માંગ ઓછી હોવાને કારણે આ વર્ષની શરૂઆતમાં સાત મહિના પહેલા કોવેક્સીનનું ઉત્પાદન અટકાવી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, શીશીઓમાં કોવેક્સીનના ડોઝનો ઉપયોગ કરવાની સમયમર્યાદા ૨૦૨૩ની શરૂઆતમાં સમાપ્ત થવાની છે, જેના કારણે કંપનીને નુકસાન થશે.
જો કે, આવતા વર્ષે ૫ કરોડ ડોઝના ઉપયોગથી ભારત બાયોટેકને કેટલું નુકસાન થશે તે હજુ સુધી જાણી શકાયું નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, શનિવારે ભારતમાં કોવિડ-૧૯ના ૧,૦૮૨ નવા કેસ નોંધાયા હતા જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને ૧૫,૨૦૦ થઈ ગઈ હતી. દેશવ્યાપી કોવિડ-૧૯ વિરોધી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૨૧૯.૭૧ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. વિશ્વભરમાં સંક્રમણના નીચા દરને કારણે કોવેક્સીનની નિકાસ પર ખરાબ અસર પડી છે.
સૂત્રોએ જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે કોવિડ-૧૯ને હવે ખતરો માનવામાં આવતો નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ આ વર્ષે એપ્રિલમાં યુએન પ્રોક્યોરમેન્ટ એજન્સીઓ દ્વારા રસીના સપ્લાયને સ્થગિત કરવાની પુષ્ટિ કરી હતી અને ભલામણ કરી હતી કે રસીનો ઉપયોગ કરનારા દેશો યોગ્ય પગલાં લે. વર્ષ ૨૦૨૧માં જ્યારે કોવિડ-૧૯ સંક્રમણ ચરમસીમા પર હતું ત્યારે બ્રાઝિલની સરકારે વિવાદ બાદ રસીના ૨ કરોડ ડોઝ આયાત કરવાના ર્નિણયને સ્થગિત કરી દીધો હતો.