કચ્છના ઈન્ડિયાબ્રિજ પાસેથી ઓવરલોડ ખનીજ ચોરીના ૪૧ ડમ્પર ઝડપી લેવાયા

લાંબા સમયથી ખાવડાના સરહદી વિસ્તારમાં ઓવરલોડ ટ્રકો ચાલતી હોવાની ફરીયાદ મળતા આ દુષણને અટકાવવા માટે સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસ અધીક્ષક સૌરભ સિંધ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં થતી ગેરકાદેસર ખનીજ ચોરી તેમજ ઓવરલોડ વાહનોની અવર-જવર અટકાવવા આપેલ સુચના અન્વયે એલ.સી.બી. ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા ત્યારે ઇન્ડીયાબ્રીજ ચેક પોસ્ટ પાસે પહોચતા ખાવડા તરફથી પત્થરો(લાઇમ સ્ટોન) તથા કપચી (બ્લેક ટ્રેપ) ભરેલ ડમ્પરો આવતા જે ડમ્પરો રોકાવી આધાર-પુરાવાની માંગણી કરાઈ હતી.ઓવરલોડ પરિવહન હોવાથી ૪૧ ડમ્પર ઝડપી પડાયા હતા.

લાંબા સમયથી ફરિયાદો મળી હતી. જેથી પ્લાનિંગ કરીને સયુંકત રીતે કાર્યવાહી કરવામાં આવી છે.સિઝ કરાયેલા ૪૧ ડમ્પરમાં નોર્મલ લાઇમસ્ટોન અને બ્લેકટ્રેપ ભરેલા હતા. ખાવડા વિસ્તારમાં આવેલી લિઝમાંથી તે ભરાયા હતા.રોયલ્ટી અને પાસ પરમીટ વગર પરિવહન કરવામાં આવતા તમામ ૪૧ ડમ્પરો સિઝ કરીને ધર્મશાળા બીએસએફ કેમ્પ ખાતે રાખી તેની કસ્ટડી ખાવડા પોલીસને સોંપવામાં આવી છે. એક ડમ્પરમાં દોઢ થી બે લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે જેથી ૮૦ લાખ થી ૧ કરોડ રૂપિયાનો દંડની વસુલાત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. કચ્છના પ્રતિબંધીત વિસ્તારમાં કામો શરૂ થઇ જતા હવે લોકોની ચહલ-પહલ વધી છે. પરંતુ વિકાસની સાથે હવે દુષણનો પણ પગપેસારો થયો છે અને ઓવરલોડ વાહનો અહીં ચાલી રહેલા કામમાં દોડી રહ્યા છે. એકસાથે જે ૪૧ ડમ્પરો સિઝ કરવામાં આવ્યા છે.તેમાં ભરેલું ખનીજ અહીં ચાલી રહેલા રોડના કામમાં વપરાતું હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.

જાહેર રસ્તાઓ તો ઠીક પરંતુ જ્યાં લોંખડી સુરક્ષાની તૈનાતી છે. તેવા વિસ્તારમાં પણ ડર વગર થતી આવી પ્રવૃતી જોખમી છે.પશ્ચિમ કચ્છ એલસીબીના પીઆઇ હાર્દિકસિંહ ગોહિલ,ખાણખનીજ અધિકારી યોગેશ મહેતાની ટીમે બોલાવેલો સપાટો કાબીલેદાદ છે. સ્થળ પરથી ૪૧ ડમ્પરો સિઝ કરવામાં આવ્યા છે. ડમ્પરોમાં ભરેલ નોર્મલ લાઇમસ્ટોન અને બ્લેકટ્રેપ ખનિજ કઇ લિઝમાંથી ભરવામાં આવ્યું છે તેની તપાસણી કરવામાં આવશે તેમજ આ લિઝની માપણી કરીને ખનીજચોરી કરાઇ છે કે કેમ તેની તપાસ કરી ગેરરીતી જણાઈ આવશે તો દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news