આખે આખી ખોટી સરકારી કચેરી ઊભી કરી સરકારને 4.15 કરોડનો ચૂનો ચોપડયો

છોટાઉદેપુરના બોડેલીમાં નામની કચેરી બનાવી સરકારી ગ્રાન્ટ મેળવી ઉચાપત


ગાંધીનગરઃ ગુજરાતમાં નકલી અધિકારીઓ બાદ હવે આખે આખી નકલી સરકારી કચેરી પણ ધમધમતી થઈ છે. અંધેર વહીવટ ચલાવતા ઉપરી અધિકારીઓએ નકલી કચેરીનાં ૯૩ કામ પાસ કરીને સવા ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. છોટાઉદેપુરના આ બનાવથી જનતા પણ સ્તબ્ધ બની ગઈ છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, નકલી અધિકારીઓ બાદ હવે આખે આખી ખોટી સરકારી કચેરી ઊભી કરી ચાર કરોડ પંદર લાખનો સરકારને ચૂનો ચોપડયો છે. છોટાઉદેપુરમાં “કાર્યપાલક ઇજનેર સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી” નામની કચેરી બનાવી સરકારી ગ્રાન્ટ મેળવી ઉચાપત કરી છે. આદિજાતિ વિભાગની પ્રાયોજના કચેરીમાંથી ગ્રાન્ટ મેળવી કૌભાંડ કર્યું છે.

છોટાઉદેપુરમાં બનેલી બોગસ સરકારી કચેરી ૨૬/૦૭/૨૦૨૧થી અત્યાર સુધી ધમધમતી હતી અને કુલ ૯૩ કામોનાં રૂ ૪,૧૫,૫૪૯૧૫/- કરોડનું કૌભાંડ આચર્યું છે. આ આખેઆખી કચેરી ચલાવનાર આરોપી સંદીપ રાજપૂત સામે કલમ ૧૭૦, ૪૧૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૪, ૧NS, ૨૦બી મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે સંદીપ રાજપૂતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news