ઉત્તર પ્રદેશમાં પૂરને કારણે ૩૪ લોકોના મોત,૪૫ જિલ્લામાં હાઇ-એલર્ટ
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ યથાવત છે. સમગ્ર રાજ્યમાં વરસાદ અને પૂરના કારણે અલગ-અલગ ઘટનાઓમાં ૩૪ લોકોના મોત થયા છે. પૂરના પ્રકોપમાં ઘણા જિલ્લા સપડાઇ ગયા શકે છે,પ્રશાસન તરફથી લખનૌ સહિત ૪૫ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે લખનૌ સહિતના અનેક જિલ્લામાં શાળા બંધ રહી છે વરસાદને કારણે રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે.
હવામાન વિભાગ દ્વારા ફરીથી ઘણા જિલ્લાઓ માટે ચેતવણી જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ મુરાદાબાદ, રામપુર, બરેલી અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ડીએમએ લખનૌ સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં બે દિવસ શાળાઓ બંધ રાખવા સૂચના આપી છે.
હવામાન બુલેટિન અનુસાર, લખનૌ, મેરઠ, અલીગઢ, હાથરસ, મથુરા, કાંશીરામનગર સહિત ૪૦ થી વધુ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. આવા સમયે, લલિતપુર, વારાણસી, પ્રયાગરાજ, સોનભદ્ર વગેરે વિસ્તારો માટે એલર્ટ નથી, પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જાહેર કરાયેલા આંકડા મુજબ મેરઠ અને અલીગઢમાં ભારે વરસાદ થયો હતો, જ્યા ૪૮ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. જિલ્લાની તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ જિલ્લાની તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે