મહારાષ્ટ્રના પાલઘરમાં ભૂકંપના આંચકા, ૩.૬ માપવામાં આવી તીવ્રતા
મહારાષ્ટ્રના પાલઘરમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૩.૬ માપવામાં આવી છે. જાણકારી અનુસાર ગુરુવારે સવારે ૦૭.૦૭ વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જો કે હજું સુધી કોઈ જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના કચ્છ જિલ્લામાં પણ આજે પણ વહેલી સવારે ૦૪ઃ૫૨ મિનિટે આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ રાપરથી ૧૫ કિલોમીટર હતુ. નોંધનીય છે કે ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૧ની નોંધાઈ છે.
નોંધનીય છે કે નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના કહેવા અનુસાર પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં ભૂકંપનો આંચકો વહેલી સવારે ૪.૨૦ મિનિટે આવ્યો અને અહીં સૌથી ઓછી એટલે કે ૨.૬ની તીવ્રતા નોંધાઈ હતી. આ ઉપરાંત સોનિતપુર એટલે કે આસામમાં સવારે ૨.૪૦ મિનિટે ભૂકંપ આવ્યો હતો અને તેની તીવ્રતા ૪.૧ની રહી હતી. મણિપુરના ચંદેલમાં ૧.૦૬ ના સમયે ૩.૦ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.