મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ૩.૩ની તીવ્રતાના ભૂકંપ આંચકા
મહારાષ્ટ્રમાં રવિવારે સવારે ભૂકંપ હળવા આંચકા અનુભવા છે. મળતી માહિતી મુજબ સાતારા અને કોલ્હાપુર વચ્ચે વાજેગાંવ નજીક હળવા આંચકા અનુભવાયા હતા. તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૩ રેટ હતી. હજી સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી. લોકડાઉનને કારણે દુકાનો બંધ હતી અને લોકો તેમના ઘરોમાં હતા. આપને જણાવી દઈએ કે રવિવારે સવારે મણિપુરમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા.ના નેશનલ સેન્ટર ફોર અર્થ સાયન્સના જણાવ્યા અનુસાર, આજે સવારે ૦૬.૫૬ વાગ્યે મણિપુરના ઉખરૂલમાં ૪.૩ ની તીવ્રતાનું આંચકો અનુભવાયો હતો.
શનિવારે સવારે લદ્દાખના કારગિલમાં ૩.૬ અને બપોરે જમ્મુના કટરામાં ૩.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કોઈ નુકસાન અહેવાલ નથી.