જોહાનિસબર્ગની બહુમાળી ઈમારતમાં આગમાં 20ના મોત, 43 ઘાયલ
જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાની રાજધાની જોહાનિસબર્ગમાં એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા અને 40થી વધુ ઘાયલ થયા છે. જોહાનિસબર્ગ નગરપાલિકાએ ગુરૂવારે આ માહિતી આપી.
જોહાનિસબર્ગ મ્યુનિસિપાલિટીના અધિકૃત ખાતાએ જોહાનિસબર્ગ ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસીસના પ્રવક્તા રોબર્ટ મલાઉડઝીને ટાંકીને એક્સ પર અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આ અકસ્માતમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે.
પ્રવક્તાએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક વધી શકે છે.