સરદાર સરોવરમાં હજુ ઉપરવાસમાંથી ૨.૧૧ લાખ ક્યુસેક પાણીની આવક
સરદાર સરોવર નર્મદા બંધ છેલ્લા પાંચ દિવસથી છલોછલ છે. નર્મદા નિગમ અને નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા આ મહત્તમ સપાટી જાળવી રાખવા સપાટી પર વોચ આખી રહ્યા છે. હાલ જેટલી આવક આવી રહી છે. તેટલી જાવક પણ કરવામાં આવતા નર્મદા બંધની જળ સપાટી ૧૩૮.૫૫ થી ૧૩૮.૬૮ મીટર ચઢ ઉત્તર થઇ રહી છે. રાત્રે નર્મદા બંધની જળસપાટી ૧૩૮.૬૫ મીટરે પહોંચી હતી. પરંતુ ૧૩૮.૬૮ મીટરથી ઉપર ના જાય જેની પણ કાળજી રાખી રહ્યા છે.
નર્મદા ડેમના ઉપરવાસમાંથી હજુ પણ ૨,૧૧,૫૬૦ ક્યુસેક પાણીની અવાક થઇ રહી છે. જેમાં ડેમના ૨૩ દરવાજા ખોલી ૭૫,૦૦૦ ક્યુસેક પાણી સીધું નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જયારે રિવરબેડ પાવર હાઉસ ૪૩,૪૦૨ અને કેનાલ હેડ પાવર હાઉસ ૨૧,૩૮૨ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ છોડવામાં આવી રહ્યું છે. આમ નર્મદા નદીમાં હાલમાં કુલ ૧,૩૯,૭૮૪ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. નર્મદા ડેમ છલોછલ થતા નર્મદા ડેમના રિવરબેડ પાવર હાઉસના ૨૦૦ મેગા વોટની ક્ષમાતા વાળા છ ટર્બાઇન અને ૫૦ મેગા વોટની ક્ષમતા વાળા કેનાલહેડ પાવર હાઉસના ૫ ટર્બાઇન ધમધમતા રોજની ૫ કરોડથી વધુની વીજળી ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.