ન્યૂ મણિનગરમાં ખાડાથી પરેશાન વાહનચાલકોને અકસ્માતનો ભય

ન્યૂ મણિનગર વિસ્તાર જ્યારથી અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી રહીશો રોડ રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાના મુદ્દે વલખાં મારી રહ્યાં છે. પાયાની સુવિધા પૂરી પાડવામાં તંત્રનું ઉદાસીન વલણ જાેવા મળ્યું છે. રોડ રસ્તા એટલી હદે બિસમાર બન્યા છે કે, વાહનચાલકની સામાન્ય ચૂક પણ અકસ્માત સર્જી ઇજા પહોંચાડી શકે છે. વરસાદી માહોલમાં આવા રસ્તા પરથી પસાર થવામાં વાહનચાલકોને ઘણી હાલાકી ભોગવવી પડી રહી છે.

બાળકોને શાળાએ જવામાં પણ સ્લીપ થઈ જવાની ભીતિ સતાવી રહી છે.ન્યૂ મણિનગરથી રામોલ ગામ તરફ જવાનો માર્ગ બિસમાર બનતા નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અયોધ્યાનગર સોસાયટીથી લઈને ન્યૂ મણિનગર શ્રીનંદ સિટી તેમજ રામોલ ગામ તરફ જતો રસ્તો એકદમ જર્જરિત  બનતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ઘણા લાંબા સમયથી રસ્તાનું સમારકામ કે નવો રોડ બનાવાયો ન હોવાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.