આકાશી વિજળીને રોકવાનો સ્વિત્ઝર્લેન્ડનો અનોખો પ્રયોગ કરાઈ રહ્યો છે

વૈજ્ઞાનિકોએ સેંટિસ રેડિયો ટ્રાંસમિશન ટાવરની ટોચ પર એક મોટી લેઝર લાઇટ ફિટ કરી છે જે વીજળી પેદા થવાની સાથે જ આકાશમાં લેઝર છોડશે. આ પ્રયોગ એક આધુનિક લાઇટનિંગ રોડની જેમ કામ કરશે. સંશોધકોની ટીમને સ્વિત્ઝર્લેન્ડના વિજ્ઞાની જીન પિયરે નેતૃત્વ આપી રહયા છે. સૌ જાણે છે કે લેઝર એકદમ પાતળી અને ઉચ્ચ ઉર્જા ધરાવતો પ્રકાશ છે. પર્વતની આ ટોચ પર અસામાન્ય સંજોગોમાં હવાની ગતિ કલાકના ૧૮૦ જેટલી રહે છે. લેઝર લાઇટ પ્રત્યેક સેકન્ડ ૧૦૦૦ પ્લસ આકાશની તરફ ફેંકશે જે કોઇ પણ પરમાણુ સંયત્રના પાવર જેટલા થાય છે. આ લાઇટ ખૂબજ ઓછા સમય માટે છોડવામાં આવશે. સુરક્ષાના ભાગરુપે આ લેઝર લાઇટની ચારે તરફના ૫ કિમી વિસ્તારને નો ફલાઇંગ ઝોન જાહેર કરવામાં આવશે. જેથી કરીને કોઇ માલવાહક વિમાન કે વ્યકિત પસાર થાય નહી. લેઝરથી આંખની જોવાની ક્ષમતા પર ખૂબ વિપરીત અસર થાય છે. લેઝર લાઇટ જયારે આકાશીય વીજળી પડવાની શકયતા જણાય ત્યારે જ ઓન કરવામાં આવશે.  આકાશીય વીજળી અને લેઝર લાઇટના પ્રયોગની તસ્વીરો ખેંચવા માટે ૩ લાખ ફ્રેમ પ્રતિ સેકન્ડના દરથી ફોટો કેમેરા ગોઠવવામાં આવશે. પરંપરાગત રીતે જોઇએ તો લાઇટનિંગ રોડ એક ખૂબજ સીમિત વિસ્તારમાં આકાશીય વીજળીથી બચાવે છે. આથી આ પ્રયોગ જો સફળ થાય તો તેનો ઉપયોગ સેટેલાઇટ લઇ જતા રોકેટની સુરક્ષા માટે ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત એરપોર્ટના મર્યાદિત વિસ્તારમાં પણ લગાવી શકાય છે.જો કે આ પ્રયોગ હજું ખૂબજ પ્રાથમિક અવસ્થામાં છે.આકાશી વીજળી અને વાદળનો ગડગડાટનું દ્વષ્ય ભલે રમણીય લાગતું હોય પરંતુ વીજળી જયારે પૃથ્વી પર કોઇ વસ્તુ કે જીવ પર ત્રાટકે ત્યારે બાળીને ખાક કરી નાખે છે. પ્રકાશ કરતા અવાજની ગતિ ધીમી હોવાથી વીજળીનો તેજ લિસોટા રેલાય એ પછી વાદળો ટકરાવાથી અવાજ કાન સુધી પહોંચે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આકાશીય વીજળી પડવાની ઘટનાઓ ખૂબ વધી ગઇ છે.

ચોમાસા દરમિયાન વીજળી પડવાથી વિશ્વમાં ૨૫૦૦૦ લોકોના મુત્યુ થાય છે. ભારતમાં વર્ષે ૨૦૦૦ થી ૨૫૦૦ લોકોને આકાશીય વીજળી ભરખી જાય છે અને કરોડો રુપિયાનું ઇલેકટ્રોનિક ઉપકરણોને નુકસાન થાય છે.  આકાશીય વીજળી એક એવી આફત છે જેનો કોઇ જ સચોટ ઉપાય નથી.ત્રાટકે તેની કોઇ આગોતરી જાણ પણ કરી શકાતી નથી.  માત્ર વીજળી તોફાનને જોઇને અંદાજ લગાવીને ઘરમાં ભરાઇ રહેવાથી રક્ષણ મળે છે. જો કે  ખુલ્લામાં કામકાજ કરતા ઘણા લોકો માટે ચોકકસ સમયે ઘરમાં રહેવું શકય બનતું નથી. સ્વિત્ઝર્લેન્ડના આલ્પસના પર્વતો પર વીજળીને લેસરની મદદથી રોકવાનો અનોખો પ્રયોગ ચાલે છે. આકાશીય વીજળીને જમીન પરથી લેઝર લાઇટ ફેંકીને નિયંત્રિત કરી શકાય છે એવી આશા સાથે યુનિવર્સિટી ઓફ જીનિવાના વૈજ્ઞાનિકો રાત દિવસ મથી રહયા છે.  તેનો ઉપયોગ કઠણમાં કઠણ હીરાને કાપવાથી માંડીને સર્જરી અને બારકોડ રિડિંગ માટે થાય છે.  જીન પિયરે આ લેઝર દ્વારા લોકોને આકાશીય વીજળીથી બચાવવા માંગે છે.

આ પ્રયોગમાં પેરિસ યુનિવર્સિટી,લૉઉસેન યુનિવર્સિટીના વૈજ્ઞાનિક, રોકેટ બનાવતી કંપની એરિયન ગ્રુપના સાઇન્ટિસ્ટસ અને જર્મનીની હાઇજેક કંપનીના સંશોધકો જોડાયેલા છે.  આ પ્રયોગ કોરોના મહામારીના કારણે સ્થિગત રાખવામાં આવ્યો હતો પરંતુ હવે ૮૨૦૦ ફુટની ઉંચાઇ પર શરુ કરવામાં આવ્યો છે. આ પ્રયોગ માટે યુરોપિયન કમિશન ફંડ આપી રહયું છે. યુરોપનું આ જ એક માત્ર સ્થળ છે જયાં સુધી વધારે વીજળી પડે છે. અહીંયા એક રેડિયો ટ્રાંસમિશન છે જેના પર વર્ષમાં ૧૦૦ થી ૪૦૦ વાર વીજળીનો ભોગ બને છે આથી જ તો આ સ્થળને પ્રયોગભૂમિ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. જયારે તોફાની વાદળોની હવા એકબીજાને ટકરાય છે ત્યારે તેમાં રહેલા આઇસ ક્રિસ્ટલ અને પાણીના બુંદ એક બીજા સાથે ઘસાય છે તેમાંથી જે ઇલેકટ્રોન નિકળે છે તે એક પ્રકારનો ચાર્જ પેદા કરે છે જે ઓપોઝિટ ચાર્જને પોતાની તરફ ખેંચે છે. આ ઇલેકટ્રિક ફિલ્ડ ખૂબજ મજબૂત પ્રકારનું હોય છે.

લેઝર લાઇટ પણ પ્રાકૃતિક વાતાવરણમાં ઇલેકટ્રિક ફીલ્ડ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે પરંતુ અપોઝિટ ચાર્જની સાથે  લેઝર લાઇટનિંગ રોડ શો ની સાથે આકાશમાં વીજળી પેદા કરીને તેના પર નિયંત્રણ મેળવી શકાય તે માટે વીજળી પડશે ત્યારે આકાશિય વીજળીનું પરીક્ષણ કરવામાં આવશે. આ લેઝર લાઇટ ૪૦૦ ફૂટ ઉંચા રેડિયો ટાવરની બાજુમાંથી જ આકાશ તરફ છોડવામાં આવશે.  મોટી લેઝર લાઇટ ધરાવતો લેઝર લાઇટનિંગ રોડ શો ટાવરમાંથી ઉર્જા મેળવશે. આ પ્રયોગ માટેના સાધનોને પર્વતની ટોચ સુધી પહોંચાડવા માટે કેબલ કાર અને હેલિકોપ્ટર્સની મદદ લેવામાં આવી રહી છે. અત્યાર સુધી આ રીતે ૨૯ ટન વજન ધરાવતો માલસામાન પહોંચાડવામાં ૨ અઠવાડિયા જેટલો સમય લાગ્યો હતો. આ ઉપરાંત ૧૮ ટન ક્રોંકિટ મટેરિયલ પણ અલગથી મોકલવામાં આવ્યું છે.