સચિન જીઆઇડીસીમાં ટ્રકમાં આગ લાગતા દોડધામઃ મોટી દુર્ઘટના ટળી

સુરત જીઆઇડીસી વિસ્તારમાં એક ચાલતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ટ્રકમાં આગ લાગતા જ ડ્રાઈવર ટ્રકની બહાર નીકળી ગયો હતો. ટ્રકની અંદર ધુમાડા નીકળવાના શરૂ થતાં જ ડ્રાઈવરને શંકા ગઈ કે ટ્રકમાં આગ લાગી હોય શકે છે, ડ્રાઈવરે એક ક્ષણનો વિલંબ કર્યા વગર ટ્રકને બાજુ પર રાખીને નીચે ઉતરી ગયો હતો. જાેતજાેતામાં આગે ટ્રકને લપેટમાં લેતા ટ્રક સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયો હતો. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી.

સુરતના સચિન જી.આઈ.ડી.સી. સ્થિત રોડ નબર ત્રણ નજીક એક દોડતી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતા જ દોડધામ મચી જવા પામી હતી. તો બીજી તરફ ટ્રકમાંથી ધુમાડા નીકળતા જ ડ્રાઈવર ટ્રકને રોડની સાઈડ પર પાર્ક કરીને ટ્રકની નીચે ઉતરી જવાનું મુનાસીબ લાગ્યું હતું.

ટ્રકમાં આગ લાગતા જ ડ્રાઈવર ટ્રકની નીચે ઉતરી ગયો હતો. અને તેનો બચાવ થયો હતો. પરંતુ ટ્રકમાં આગ લાગતા જ સ્થાનિકો ત્યાં એકઠા થઇ ગયા હતા. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો હતો. પરંતુ ત્યાં સુધી ટ્રક બળીને ખાખ થયો હતો. જાે કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.