વિશ્વ પર્યાવરણ દિવસઃ સીપીસીબીના રિજનલ ડિરેક્ટર (વેસ્ટ) પ્રસૂન ગાર્ગવ સાથે વિશેષ મુલાકાત

5 જૂનના રોજ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટકુમાર પરમાર, ધારાસભ્ય  અરવિંદભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરા,  જી.પી.સી.બીના ચેરમેન આર.બી બારડ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજનલ ડિરેક્ટર (વેસ્ટ) પ્રસૂન ગાર્ગવ, ફેડરેશન ઓફ ઈન્ડિયાના કાંતિભાઈ પટેલ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના હેમંત શાહ, ઉધોગપતિઓ અને વરિષ્ઠ પર્યાવરણ ઇજનેરો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સીપીસીબીના રિજનલ ડિરેક્ટર (વેસ્ટ) પ્રસૂન ગાર્ગવ સાથે પર્યાવરણ ટુડેએ ખાસ વાતચીત કરી હતી. પ્રસૂન ગાર્ગવે આ તકે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે આજે 5 જૂનના રોજ ઉજવાઇ રહેલા વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે – એન્લી વન અર્થ. આ એક અનાદિ-અટલ સત્ય છે જેનાથી આપણે સૌ પરિચિત છીએ. આ ઓન્લી વન અર્થ થીમના માધ્યમથી તેનું પુનઃસ્મરણ કરવાનો પ્રયાસ છે, જેનાથી પર્યાવરણ અને પ્રકૃતિના સંરક્ષણ પ્રત્યે જે આપણી જવાબદારીઓ છે, જે આપણા કર્તવ્ય છે, તેનું આપણે ખૂબ જ સર્તકતા સાથે વહન કરી શકીએ તે આ થીમનો મૂળ ઉદ્દેશ છે. પ્રકૃતિ અને પર્યાવરણના જે અવયવ છે, જેના સંરક્ષણ અને સંવર્ધનમાં અમારા પ્રયત્નો રહેલા છે. આ માટે વ્યક્તિગત અને સામૂહિક બન્ને રીતથી પ્રયત્નો થવા ખૂબ જ જરૂરી છે. આ પ્રસંગે હું તમામને હું મારી હાર્દિક શુભકામાનાઓ પાઠવું છુ.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news