ઋતુકાળ બદલાવ રોકવા વિશ્વના દેશો ઠોસ કદમ ક્યારે ઉઠાવશે…..?
વિશ્વભરમાં મોસમનું કદી પણ નહી જોયેલું રૂપ જોવા મળી રહ્યું છે. જર્મની અને ચીનમાં ભારે પૂર, કેનેડામાં અસહ્ય ગરમી અને ઉત્તર અમેરિકાના જંગલોમાં આગ.ભારત, પાકિસ્તાન જેવા દેશોમાં પ્રલયકારી અતિવૃષ્ટી તથા પૂર, તો કેટલાક ભાગોમાં નહીંવત વરસાદ કે વરસાદ વગરના કોરાધાકોર. લોકો મોસમના આવા બદલાવને કારણે હતપ્રભ થઇ ગયા છે… તે સાથે એવા સવાલો ઉઠયા છે કે મોસમના (ઋતુકાળના) આ બદલાવ પાછળ જળવાયુ પરિવર્તન કેટલું જવાબદાર છે….? વિશ્વભરમાં મોસમના આકરા ફેરફારો અંગે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે. વૈજ્ઞાનિકોની શોધ અનુસાર ઋતુકાળમાં જોયેલા બદલાવો માટેના વધારે કારણોમાં માનવજાતની ગતિવિધિઓને કારણે જળ-વાયુમા આવેલા ફેરફારો છે.
અચાનક ફરી વળેલ આકરી ગરમીવાળા ઋતુકાળને માટે ગ્લોબલ વોર્મિંગ વધુ પ્રમાણમાં જવાબદાર છે. જેને સમજવા ફિજીક્સ અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. ગરમ હવાઓ વધવાનું કારણ ગ્લોબલ વોર્મિંગ છે. સમુદ્રી કિનારા વિસ્તારોમાં પૂર અને ગરમીને કારણે બરફ ઓગળે છે અને દરિયાના જળ સ્તર વધે છે જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં પૂર અને વાવાઝોડા ત્રાટકવાનો ખતરો રહે છે. જ્યારે કે દુષ્કાળ પડવઘવો કે નહીવત વરસાદનુ કારણ ગરમ હવા અને ગરમ હવા વિવિધ જળ સ્ત્રોતો, પાક, જંગલોમાના વધુ પાણીની વરાળ બનાવી ઉડાવી દે છે, જે દુષ્કાળ-અર્ધ દુષ્કાળની સ્થિતિ બનાવે છે. તેમજ જંગલમાં લાગતી આગને કારણે અનેક છોડવાઓ, નાના વૃક્ષો સુકાઈ જાય છે અને આમાં એક જ ચીનગારી આગનું કારણ બની જાય છે. ગરમ હવાને કારણે પેદા થયેલ વરાળ કે ભેજ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે ત્યારે અચાનક ભારે વરસાદની સ્થિતિ બની જાય છે. વધુ ઠંડી પડવાના કારણો માટે સંશોધન કરતા વૈજ્ઞાનિક સંશોધનોમાં કેટલાક અલગ-અલગ કારણો સામે આવ્યા છે.
જો કે આમાં ગ્લોબલ વોર્મિંગ ની ભૂમિકા સ્પષ્ટ થતી નથી.સમુદ્રના ગરમ પાણી થતા વાવાઝોડાને તાકાત મળે છે તેથી વિનાશક બને છે…. જોકે ગ્લોબલ વોર્મિંગ વાવાઝોડાને કેટલા ઘાતક બનાવે છે સ્પષ્ટ થતું નથી…. જોકે કેટલોક અભ્યાસ કહે છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે હવામા ફેરફાર તોફાનોની ગંભીરતાને આછી કરે છે….!
અમેરિકાની કોલોરેડો સ્ટેટ યુનિવર્સિટીના એટમાસ્ફેટિક પ્રોફેસર ગ્લોબલ વોર્મિંગ સહિત ઋતુ બદલાવ બાબતે કેટલાયે સંશોધનો કર્યા છે. તેમના અભ્યાસમા બહાર આવ્યું છે કે માનવજાતે કુદરતી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ તેમજ ગ્રીન હાઉસોએ ગેસોનું સ્તર એટલી હદે વધારી દીધું છે કે કુદરતી સંપદાઓમા ઘણું બધું સામાન્ય સ્તરથી ખસી ગયું છે એટલે કે ફેરફારો થઈ ગયા છે. જો કે મોસમોમાં થઈ રહેલા અનદેખા ફેરફારોમા ગ્લોબલ વોર્મિંગની અસરો પ્રમાણિત થતી નથી. આ બધું છતા એ બાબત સ્પષ્ટ છે કે મોસમોના ફેરફાર માટે માનવજાત ઓછી જવાબદાર નથી….. જેટલા વધુ કોલસા, પેટ્રોલિયમ અને ગેસનો ઉપયોગ થશે તેટલી ધરતી વધુ ગરમ થતી જશે અને લોકોને એવી ગરમીનો સામનો કરવો પડશે કે જેની કલ્પના પણ નહીં કરી હોય.
ઋતુકાળના નહી જોયેલા ફેરફારના સમયમા કરેલી બચાવ વ્યવસ્થાઓ કે ઉપાય જ્યાંના ત્યા રહી જશે. એટલા માટે જરૂરી છે કે વિપત્તિઓને પહોંચી વળવા સાથે આવનાર વિપદાઓને રોકવા માટેના પ્રયાસો હાથ ધરવા જોઈએ તેવી ચેતવણી પણ માનવજાતને આપી છે….. ત્યારે સવાલ એ છે કે વિકાસની આંધળી દોડમાં વિશ્વના દેશો આ બાબત સમજીને માનવ હિત માટે કુદરતી સંપદાઓ સંપદાઓની સુરક્ષા કરવા તથા તે વધારવા ઠોસ પગલાઓ ઉઠાવશે કે કેમ…..?