Weather Update: ૧૦થી ૧૨ મે સુધીમાં દેશમાં આંધીવંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે

અમદાવાદ: ગુજરાતમાં હવે બારેમાસ ચોમાસું જેવી સ્થિતિ રહે છે. વર્ષના વચલા દહાડે ગમે ત્યારે કમોસમી વરસાદ આવી ચઢે છે. આવામાં ખરૂ ચોમાસું કેવુ જશે તે વધુ મહત્વનું છે. વર્ષ ૨૦૨૪ નું ચોમાસું કેવુ જશે તે માટે ભવિષ્યવાણી આવી ગઈ છે. આગાહીકાર અંબાલાલ પટેલે અત્યારથી જ ચોમાસાની આગાહી કરી છે.

આ વર્ષે ચોમાસુ વહેલુ શરૂ થવાની શક્યતા છે.સાથે જ આ વર્ષે ચોમાસુ સારૂં રહેવાની શક્યતા હોવા છતાં કેટલાક ભાગોમાં વરસાદની વહેંચણી અનિયમિત રહે તેવી પણ આગાહી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસું વહેલા શરૂ થવાની શક્યતા છે. ૧૦થી ૧૨ મે સુધીમાં દેશમાં આંધીવંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ૨૩-૨૪ મે સુધીમાં વાદળો આવશે. ૮થી ૧૨ જૂનમાં ચોમાસાની શરૂઆત થશે.

સામાન્ય રીતે ગુજરાતમાં ૧૫ જૂનથી ચોમાસુ શરૂં થાય છે. આ વર્ષે આંધીવંટોળ અને ભારે પવન સાથે વરસાદ રહેશે.  સારા ચોમાસા અંગે તેમણે કહ્યું કે, ૨૮ જૂનથી રાજ્યના મોટાભાગમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે. જુલાઈ માસમાં સારો વરસાદ રહેશે. પાક માટે આ વર્ષે પશ્ચત્તર વરસાદની શક્યતા રહેતા દુધિયા દાણા આવાની અવસ્થામાં પાક ઉપર વિષમ અસર થાય છે. આ વર્ષે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટÙમાં વધુ વરસાદ નોંધાઈ શકે છે. તો વલસાડ અને બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે.

અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરતા જણાવ્યું કે, ૧૬ એપ્રિલથી રાજ્યમાં ગરમીનો કહેર વર્તાશે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. ૧૮ એપ્રિલથી કચ્છ અને મધ્યપ્રદેશમાં વાદળો આવવાની શક્યતા છે. વડોદરા, આણંદ અને અમદાવાદનું તાપમાન ૪૨-૪૩ ડિગ્રી રહેવાની શક્યતા છે. જેની અસર ગુજરાતનાં ભાગો ઉપર થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં હળવી પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. ૨૭ એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી ૪૩ ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. ૧૦થી ૧૨ મે સુધીમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news