ઢાંકી પમ્પીંગ સ્ટેશન પર વીજ પ્રવાહ બંધ થતા રાજકોટમાં પાણી કાપ
ઢાંકી સ્ટેશન પર જેટકોનું શટ ડાઉન હોવાથી ન્યારા પ્લાન્ટ પર પાણીની આવક બંધ રહેશે અને બેડી ફિલ્ટર પર પણ ખુબ જ ઓછો જથ્થો મળવાને કારણે જયુબેલી અને રૈયા વોટર વર્કસ હેઠળનાં વોર્ડ નં.૧,૨,૩,૭,૮,૯,૧૦,૧૧,૧૩અને ૧૪માં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. રાજકોટને રોજ ૩૨૫ MLD પાણીની જરૂરિયાત સામે નર્મદામાંથી રોજનું આશરે ૧૧૫ સ્ન્ડ્ઢ એમએલડી પાણી મળે છે પણ આજે નર્મદાનું આ પાણી નહિ મળે. વોર્ડ નં. ૭,૧,૯ અને ૧૦ નાં અમુક વિસ્તારોમાં પાણી વિતરણ નહિ કરવામાં આવે.રૈયા ધાર, ગાંધીગ્રામ, માયાણીનગર, રૈયા ગામ, ધરમનગર, નિવેદીતા નગર, શિલ્પન આઈકોન, ચંદન પાર્ક, જનકપુરી,
સાધુવાસવાણી રોડની સોસાયટીઓ, વોર્ડ નં.૮માં લક્ષ્મીનગર, ભકિતધામ, વોર્ડ નં.૧૧ માં ચંદેશનગર, અલકા સોસાયટી, મવડી વિસ્તાર, સોજીત્રાનગર,કરણપરા, સોની બજાર, દિવાનપરા, હાથીખાના, કેવડા વાડી, બાપુનગર, બજરંગ વાડી, ભોમેશ્વર પ્લોટ સહિતનાં વિસ્તારોમાં પાણી કાપ આવશે. આજે અડધા રાજકોટમાં પાણી નહિ મળતા લોકોમાં ભારે રોષ ઉભો થયો છેઆ વર્ષે ચોમાસામાં મેઘમહેર થતા નદી – નાળા અને ડેમો છલકાઈ ગયા છે આમ છતાં તંત્રની અણઆવડતથી રાજકોટવાસીઓને વધુ એક વખત આજે બુધવારે પાણી કાપ સહન કરવો પડી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ઢાંકી હેઠળનાં પમ્પીંગ સ્ટેશનો પર જેટકોનું શટડાઉન હોવાથી રાજકોટને પુરૂ પાડવામાં આવતુ પાણી નહિ મળતા આજે દસ જેટલા વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે.