વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડિમ્પલ પટેલે ગુજરાતવાસીઓને દિવાળી અને નૂતન વર્ષની શુભકામના પાઠવી
વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડિમ્પલ પટેલે સમગ્ર વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી તમામ ગુજરાતવાસીઓને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. ડિમ્પલ પટેલે શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે આપણે બધા આવનારા નવા વર્ષમાં એવી આશા રાખીએ કે અત્યારે કેમિકલ ઇન્ડસ્ટ્રી જે તબક્કામાંથી પસાર થઇ રહી છે તેમાંથી દિવાળી પછીના મુહૂર્તમાં જે કામ આવે તે આપણે ઇન્ડસ્ટ્રી માટે સારી તકો લઇને આવે. સારા કાર્યો સાથે નવા વર્ષનો પ્રારંભ થાય. જ્યાં સુધી પર્યાવરણની વાત કરીએ તો દિવાળી પર્વ દરમિયાન અને બાદમાં પણ પર્યાવરણની જાળવણી રાખવી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પણ આ કાર્યમાં અગ્રીમ છે. આ અનુસંધાને એસોસિએશન દ્વારા અત્યાર સુધી 1,35,000 જેટવા વૃક્ષોનું વટવા એસ્ટેટની આસપાસમાં વાવેતર કર્યું છે. આમ વૃક્ષારોપણ થકી અમે પર્યાવરણની જાળવણી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ…