ગુજરાત ચેમ્બર ઑફ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માધ્યમથી વટવા એસોસિએશન 45000 વૃક્ષોના વાવેતરના અભિયાનનો પ્રારંભ

આજે દેશભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અનેક સામાજિક અને ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 45000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

આ તકે ગુજરાત ચેમ્બર ઑફ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એન્વાર્યમેન્ટ કમિટીના ચેરમેન યોગેશ પરીખે જણાવ્યું હતુ કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમને આયોજિત કરવામાં આવ્યો હતો. વૃક્ષારોપણ એટલા માટે મહત્વપૂર્ણ બની જાય છે કે હાલમાં જ આપણે કોવિડ મહામારીમાં ઓક્સિજનના મહત્વની પરખ થઇ હતી. તેથી જેટલી હરિયાળી વધુ રહેશે તેટલી ઓક્સિજનની માત્રા પણ વધુ પ્રાપ્ય બનશે. આ વિશે લોકજાગૃત્તિ ફેલાવવા માટે ગુજરાત ચેમ્બર ઑફ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માધ્યમથી વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા વિવિધ ઔદ્યોગિક અને સામાજિક સંસ્થાઓ સાથે મળી ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વૃક્ષારોપણના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે આગામી બે મહિના સુધી ચાલશે.

આ તકે એક્સએચટુઓ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડના વરૂણ બોથાએ વટવા ગ્રીન એન્વરાર્યમેન્ટ સોસાયટી, જીપીસીબી અને વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે સીઇપીટી ઉપરાંત વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને વટવા ગ્રીન એન્વાર્યમેન્ટ સોસાયટીએ જે અન્ય પર્યાવરણીય પગલાઓ લીધા છે તે અનુસંધાને આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે મળી વિશાળ સંખ્યામાં 45000 જેટલા વૃક્ષોના વાવેતરના અભિયાનનો પ્રારંભ કરી રહ્યાં છીએ. ત્યારે આ પહેલમાં જોડાનારા તમામ ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news