“વન મહોત્સવ એટલે વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની ઉજવણીનો અનોખો લોકોત્સવ” – મંત્રી બલવંતસિંહ રાજપુત

પાટણ : કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા રાજયકક્ષાના 75માં વન મહોત્સવ અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી ખાતે જિલ્લા કક્ષાના #VanMahotsav2024ની ઉજવણી કરવામાં આવી હતી.

આ  સાથે જ આદરણીય વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી સાહેબના “એક પેડ માં કે નામ” અભિયાનની વાનને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે લીલી ઝંડી આપી પ્રસ્થાન પણ કરાવવામાં આવ્યું હતુ..

આ કાર્યક્રમમાં વન વિભાગની યોજનાનાં લાભાર્થીઓને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે  સહાય વિતરણ તથા પર્યાવરણનું જતન કરતી સંસ્થાઓ અને લોકોને પ્રશસ્તી પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભી , ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર ,  પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર ,  જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર , તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર,  એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ,  નગરપાલિકા પ્રમુખઅનિતાબેન પટેલ ,  કલેક્ટર અરવિંદ વિજયન,  જિલ્લા વિકાસ અધિકારી બી.એમ. પ્રજાપતિ , નાયબ વન સંરક્ષક પાટણ બિંદુ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, મનીષભાઈ આચાર્ય,  પ્રહલાદભાઈ પટેલ,  જશુભાઈ પટેલ, મનીષભાઈ પ્રજાપતિ, વિષ્ણુભાઈ પ્રજાપતિ, સુષ્માબેન રાવલ, જયેશભાઈ રાજગોર, વન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news