વડોદરા : નંદેસરી દિપક નાઇટ્રેટમાં આગ, ૧૦ કિમી સુધી સંભળાયો ધડાકો

નંદેસરીમાં આવેલી ફેમસ દીપક નાઈટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ બાદ મોડી મોડી રાત્રે ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પ્રાથમિક તબક્કે, કેમિકલ ગોડાઉનમાં રિએક્શન ઈનકમફર્ટીબિલીટી આગનું કારણ બન્યાનું તારણ છે. જી.પી.સી.બી.ના મતે અન-ઓર્ગેનિક કેમિકલમાં ઓક્સિડેશનથી આગ પકડાઈ હતી. આ મામલે કલેક્ટરે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગને તપાસ કરી રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. ૭ ઇજાગ્રસ્ત કર્મચારીઓ હાલમાં પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

નંદેસરી જી.આઈ.ડી.સીમાં આવેલી દીપક નાઈટ્રેટમાં વિસ્ફોટના લેટેસ્ટ અપડેટ અનુસાર, કેમિકલ અને સોલ્વન્ટના ડ્રમ ભરેલા ગોડાઉનમાં આગ લાગ્યા બાદ સ્ટીમ જનરેટ કરતું બોઇલર આગની ઝપેટમાં આવ્યું હતું. કંપનીમાં શિફ્ટ ચેન્જ સમએજ બોઇલર ફાટ્યું હતું. જોકે, આ દુર્ઘટનામાં ૩૦૦ કર્મચારીઓના માથેથી ઘાત ટળી હતી. બનાવ સમયે ૨૫૦ થી વધુ કર્મચારીઓમાં નાસભાગ મચી હતી. જેમાં ૭ ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ ૫ ને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. ૭૦૦ લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયા હતા.

સલામતીના ભાગ રૂપે કેમિકલ ભરેલી અને ખાલી ૧૦૦ જેટલી ટેન્કરો ૨ કિલોમીટર દૂર ખસેડાઇ હતી, જેથી તેમને કોઈ અસર ન થાય. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી વીજ પુરવઠો બંધ કરી ટોર્ચના સહારે ઓપરેશન પાર પાડવામાં આવ્યું. એન.ડી.આર.એફ ની ૩ ટીમ પણ મદેદ પહોંચી હતી, આગ બાદ કોઈ  જાનહાનિ છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. જી.પી.સી.બી દ્વારા પ્રદુષણ કેટલું થયું તે મામલે તપાસ શરૂ કરાઇ છે. ફેક્ટરી – બોઇલર, ઇન્સ્પેક્ટર, જી.પી.સી.બી ની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. ફેક્ટરીમાં ૧૨ પ્રચંડ વિસ્ફોટ ૪ કિલોમીટર દૂરથી જોઈ શકાતા હતાક, તો ૧૦ કિમી સુધી ધડાકાના અવાજ સંભળાયા હતા.

સુરક્ષાના કારણે આસપાસની ૨૦ કંપનીઓ ખાલી કરાવાઈ હતી. કેમિકલની અસથી બચવા ફાયર બ્રિગેડ કર્મચારીઓને ટેન્કરના પાણીથી જ સ્નાન કરાવવામાં આવ્યું હતું.

 

 

 

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news