વડોદરાના કાઉન્સિલર આશિષ જોષીએ ૫૦ ફૂટ અંદર જઈને પાણીનું લીકેજ શોધ્યું

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે એક સપ્તાહ પહેલાં વડોદરા કોર્પોરેશન દ્વારા વરસાદી કાંસની સફાઈ કરવા માટે સ્લેબ તોડીને સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે બાદ આ વરસાદી કાંસમાથી પસાર થતી પાણીની મુખ્ય લાઇનમાં લીકેજ હતું અને આ લાઇનમાંથી પાણી કાંસમાં વહી જતુ હતું. પરિણામે પૂર્વ વિસ્તારમાં પુરતા પ્રેશરથી પાણી મળતું ન હતું.

સ્થાનિક કાઉન્સિલર આશિષ જોષી દ્વારા આ બાબતે સંબધિત વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ, પાણીનો પ્રશ્ન હલ થતો ન હતો. દરમિયાન વોર્ડ નંબર ૧૫ ના ભાજપના કાઉન્સિલર આશિષ જોશીએ ઉમા ચાર રસ્તા પાસેના વરસાદી કાંસમાં તપાસ કરી હતી. જ્યાં કાસ ઉપરનો સ્લેબ તૂટી ગયેલો જણાયો હતો. બાદમાં તેઓ ૫૦ ફૂટ અંદર જઈને તેઓએ પાણીની મુખ્યલાઈનનું લીકેજ હોવાનું શોધી કાઢ્યું હતું. તેમણે ૧૦ દિવસ અગાઉ પાણી પુરવઠાના અધિકારી તથા વોર્ડના ડેપ્યુટી એન્જિનિયરને આ અંગેની જાણ પણ કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. વરસાદી કાંસમાં ઉતરીને પાણીની મુખ્યલાઇનમાં પડેલા ભંગાણની જાણકારી મેળવી હતી. તેમાંથી હજારો લીટર પાણી રોજનું વહી રહ્યું હોવાનું જણાયુ હતું.

ભાજપના કાઉન્સિલર આશિષ જોશીએ વહીવટી તંત્ર ઉપર આક્ષેપ કર્યો હતો કે, ૧ વર્ષ પહેલા જ્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે અમે ઘરે ઘરે ફેરણી કરી રહ્યા હતા. ત્યારે દરેક જગ્યાએથી પાણીની સમસ્યા દૂર કરવાની રજૂઆતો મળતી રહી હતી. ત્યાર બાદ ચૂંટાઈ આવ્યા પછી પણ છેલ્લા એક વર્ષથી વોર્ડ નંબર ૧૫ની પાણીની સમસ્યા દૂર કરવા અવારનવાર રજૂઆતો કરવામાં આવી રહી છે. છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દરમિયાનમાં ઉમા ચાર રસ્તા પાસે વરસાદી કાંસની સફાઈની કામગીરી દરમિયાન કાંસમાં ઉતરીને અમે જાતે તપાસ કરતાં પાણીની મુખ્યલાઈનમાં ભંગાણ પડ્યું હોવાનું શોધી કાઢી વહીવટી તંત્રનું ધ્યાન દોરવામા આવ્યું છે. અમે યુદ્ધના ધોરણે આ કામગીરી થાય તવી આશા અધિકારીઓ પાસે રાખી રહ્યા છે. આ અંગે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવશે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણી વોર્ડ નંબર ૧૫ના ભાજપના કોર્પોરેટર આશિષ જોશી વરસાદી કાંસમાં ઉતર્યા હતા અને તૂટેલી પાણીની લાઈનનું ભંગાણ શોધી નાખ્યું હતું. કાઉન્સિલરે અધિકારીઓ કોઇ કામ કરતા ન હોવાનો આક્ષેપ મૂકી હોબાળો મચાવ્યો હતો. ઉલ્લેખનિય બાબત એ છે કે, કોર્પોરેશનના શાસકોની વહીવટી તંત્ર ઉપર પકડ રહી નથી. તે આજની ઘટના ઉપરથી પુરવાર થાય છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news