વિશ્વના દરિયાઇ પર્યાવરણને બચાવવા માટે “સમુદ્ર વેચાણ માટે નથી”ના સૂત્ર હેઠળ નક્કર પગલાં લેવા વિનંતી
એથેન્સ: ગ્રીસના એથેન્સમાં આંતરરાષ્ટ્રીય મહાસાગર પરિષદમાં જૈવવિવિધતા અને દરિયાઈ જીવસૃષ્ટિના રક્ષણ માટે ૬ હજાર કરોડથી વધુ કિંમતનો યોજનાઓની જાહેરાત કરવાની સાથે બે મોટા દરિયાઈ ઉદ્યાનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પરિષદમાં ભાગ લેનાર પર્યાવરણીય સંસ્થાઓએ પર્યાવરણ સંરક્ષણ માટે મજબૂત પ્રતિબદ્ધતાઓ માટે હાકલ કરી છે અને “સમુદ્ર વેચાણ માટે નથી”ના સૂત્ર હેઠળ, ગ્રીનપીસે એથેન્સમાં અવર ઓશન કોન્ફરન્સમાં હાજરી આપતા નેતાઓને વિશ્વના દરિયાઇ પર્યાવરણને બચાવવા માટે નક્કર પગલાં લેવા વિનંતી કરી છે.
ગ્રીસમાં ગ્રીનપીસના વડા નિકોસ ચરાલામ્બિડિસે જણાવ્યું હતું કે કોન્ફરન્સમાં દુનિયાની સરકારો માટે અત્યાર સુધી જે કહ્યું છે તેના માટે પોતાને અભિનંદન આપવાની જગ્યાએ આપણા સમુદ્રની લૂંટને રોકવા માટે ગંભીર પગલાં અને કાર્ય યોજનાઓ રજૂ કરવામાં આવે. સમુદ્રના રક્ષણ વગર પર્યાવરણનું રક્ષણ શક્ય નથી. સરકારોએ દરિયાઈ વાતાવરણમાં ઊર્જા સંશોધન જેવી પર્યાવરણીય રીતે હાનિકારક પ્રથાઓને મંજૂરી ના આપવી જોઈએ. હાનિકારક માછીમારી પ્રથાઓ પર પ્રતિબંધ એ દરિયાઈ સુરક્ષા માટેનો પહેલો અભિગમ બને તે જરૂરી છે તેનાથી જ મહાસાગરોમાં આબોહવાની કટોકટીનો ઉકેલ આવશે.
દરિયાયી યુદ્ધો અને પ્લાસ્ટિક પ્રદૂષણ દ્વારા પહેલેથી જ જોખમમાં રહેલી સામુદ્રિક જીવસૃષ્ટિ ભવિષ્યમાં નષ્ટ થવાની સંભાવનાઓને નકારી શકાય નહિ તે સ્તરે પહોંચેલી પરીસ્થિતીમાં આવી પરિષદથી શું પરિણામ પ્રાપ્ત થશે તે તો આવનારો સમય જ બતાવશે.