ગાંધીનગરમાં ગ-૪ પાસે અન્ડરપાસના કામ ચાલુ હતું , ત્યાં વરસાદના કારણે આ ખાડામાં પાણી ભરાયા
ગાંધીનગરમાં ગ-૪ પાસે બનાવવામાં આવનાર અન્ડરપાસના ખાડા ખોદી દેવામાં આવ્યા હતા કામ ચાલુ હતું ત્યાં ભારે વરસાદના કારણે આ ખાડામાં પાણી ભરાઈ જતાં કામ અટવાઈ ગયું હતું તેવી જ રીતે ગાંધીનગરના સેક્ટર-૨૧માં પાર્કિંગની કામગીરીથી પણ વેપારીઓ પરેશાન થઈ ગયા છે. કામગીરી માટે ખોદાયેલા ખાડા અને ક્યાંક યોગ્ય પુરાણના અભાવે લોકોને ભારે હાલાકી પડી રહી છે. તંત્ર ક્યારે કોઈ યોગ્ય કામગીરી કરશે તેવો વેપારીઓનો રોષ છે.