મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શરૂ કરેલ ‘નિર્મળ ગુજરાત ૨.૦’ અભિયાન અંતર્ગત ગાંધીનગર સેકટર-૨૪ ખાતે સ્વચ્છતા કરવામાં આવી
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘નિર્મળ ગુજરાત’ અભિયાનને વેગવંતુ બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ‘નિર્મળ ગુજરાત ૨.૦’ લોન્ચ કર્યું છે. જે અંતર્ગત શુક્રવારે ગાંધીનગર મહાનગર દ્વારા ‘સ્વચ્છ અને નિર્મળ ગાંધીનગર’ ની નેમ સાથે શાક માર્કેટ, સેકટર-૨૪ ખાતે સ્વચ્છતા કરવામાં આવી. જેમાં મેયર હિતેશભાઈ મકવાણા સહભાગી થયા હતા.
આ અવસરે GMCના મેયરે જણાવ્યું હતું કે આવો, સૌ સાથે મળીને સ્વચ્છતાને નૈતિક જવાબદારી સમજીને નિર્મળ ગુજરાતનું સપનું સાકાર કરીએ. આ સ્વચ્છતાના કાર્યક્રમમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, ડે.મેયર પ્રેમલસિંહ ગોલ, ડે. કમિશનર કેયુરભાઈ જેઠવા, સ્થાનિક કાઉન્સિલર્સ, ઓમ શાંતિ સંસ્થાના કૈલાસ દીદી, શાળાના બાળકો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.