શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે સરસ્વતી તાલુકાના કાતરા ગામે પ્રાથમિક શાળામાં 72 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો

પાટણઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ૨૧માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ના બીજા દિવસે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સરસ્વતી તાલુકાના કાતરા ગામે પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે બલવંતસિંહ રાજપુતે શિક્ષણના મહત્વને સમજવાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેખિત સુવાક્ય “शिक्षा न केवल वह नींव है जिस पर हमारी सभ्यता का निर्माण हुआ है, बल्कि यह मानवता के भविष्य की शिल्पकार भी है”નો ઉલ્લેખ કર્યો હતો. અને જણાવ્યું હતુ કે “ગુજરાતની સરકાર દીકરીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે.”

આ કાર્યક્રમ બાલ સંગીતવૃંદ, વૃક્ષો અને દીકરી અંગે બાળવક્તાઓની રજૂઆત, તેજસ્વી વિદ્યાર્થી સન્માન, લર્નિંગ કોર્નર, શાળાની સમીક્ષા, વૃક્ષારોપણ, સ્માર્ટ ક્લાસરૂમ જેવી વિશેષતા જોવા મળી હતી. હાલ ૨૩૬ વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળામાં આજે બાલવાટિકામાં ૩૭, ધોરણ-૧માં ૩૫, એમ કુલ ૭૨ નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો. જે પૈકી ૩૯ કુમાર અને ૩૩ કન્યાઓ છે.

આ પ્રસંગે બલદેવભાઈ, રમેશજી, પ્રહલાદજી, કાંતિભાઈ, મદારજી ઠાકોર, પ્રકાશજી, પશાભાઈ, લીલાભાઇ, વિક્રમસિંહ, જશુભાઈ, લાલાભાઈ, સહિત સામાજિક આગેવાનો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.