સુરતમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પાણી વેડફાયું

સુરતના એલ.પી.સવાણી આસપાસના વિસ્તારમાં પાણી રસ્તા ઉપર વહેતું થતાં જાણે વરસાદી માહોલ હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. આસપાસના રહીશો દ્વારા પાણીના નિકાલ માટે જાતે જ પ્રયાસો શરૂ કરી દેવાયા હતા. વાહનચાલકોને પણ જે રીતે વરસાદી માહોલમાં રસ્તા પર પાણી ફરી વળતાં જે મુશ્કેલી આવતી હતી એવી જ સ્થિતિ પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતા જોવા મળી હતી. આસપાસના રહીશોએ પાણીને અન્ય સ્થળ પર નિકાલ થઈ જાય એ પ્રકારે જાતે જ કામે લાગી ગયા હતા.

સુરત મહાનગરપાલિકા દ્વારા પાણીને બચાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. નવા નવા પ્રકલ્પો પાણી હાવેર્સ્ટિંગ લઈને શરૂ કરવામાં આવનાર છે. ત્યારે પાણીનો બગાડ ઓછામાં ઓછો થાય તે જોવું ખૂબ જ જરૂરી છે, પરંતુ હાઇડ્રોલિક વિભાગની કામગીરી દરમિયાન આ પ્રકારની ઘટનાઓ સમયાંતરે સામે આવતી રહે છે. કામગીરી દરમિયાન રાખવામાં આવેલી બેદરકારીને કારણે હજારો લીટર પીવાનું પાણી વહીં જતું હોય છે.

સ્થાનિક લોકો દ્વારા એલ.પી. સવાણી વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ થતાં ફરિયાદ કરી હતી પરંતુ કોઈ અધિકારી ત્યાં ફરક્યું ન હતું.સુરત શહેરની અંદર હાઇડ્રોલિક વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે. અનેક વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનની કામગીરી શરૂ કરવામાં આવી છે. એલ.પી.સવાણી વિસ્તારની અંદર એકાએક પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાટ થતો નજરે પડ્યું હતું. પાઇપલાઇનમાં લીકેજ થતા મોટા પ્રમાણમાં પાણી રસ્તા ઉપર વહેતું થયું હતું. જેના કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news