WHOના ચોંકાવનારો છે આ રિપોર્ટ કે.. આ બીમારીનું આ સૌથી મોટું કારણ છે?!…
WHO નો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે ભારત સહિત દુનિયાભરમાં હવે લોકો લાઇફસ્ટાફની બીમારીઓ એટલે કે હાર્ટ એટેક, કેન્સર અને ડાયાબિટીસથી મરી રહ્યાં છે. તેનું સૌથી મોટું કારણ છે આળસ, જેના કારણે લોકો બીમાર પડી રહ્યાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે જે લોકો સપ્તાહમાં ૧૫૦ મિનિટની સાધારણ કસરત કરતા નથી કે સપ્તાહમાં ૭૫ મિનિટની હાર્ટ કસરત કરતા નથી, તેને આળસુ માનવામાં આવે છે. દુનિયાભરમાં થનારા કુલ મોતોમાંથી ૭૪ ટકા લાઇફસ્ટાઇલવાળી બીમારીઓથી થાય છે. ભારતમાં ભારતમાં ૬૬% લોકો લાઇફસ્ટાઇલથી થતી બીમારીઓનો શિકાર થઈને મોતને ભેટે છે. દુનિયામાં એક ચતૃથાંસ મોતનું કારણ લાઇફસ્ટાઇલવાળી બીમારીઓ છે. દરેક ૨ સેકેન્ડમાં એક વ્યક્તિનું લાઇફસ્ટાઇલવાળી બીમારીને કારણે મોત થઈ રહ્યું છે. ૭૦ વર્ષથી ઓછી ઉંમરના ૧ કરોડ ૭૦ લાખ લોકો દર વર્ષે કમ્યુનિકેબલ એટલે કે લાઇફસ્ટાઇલવાળી બીમારીને કારણે મોત થાય છે, એટલે કે દર બે સેકેન્ડમાં એક વ્યક્તિનું મોત થાય છે. ૧ કરોડ ૭૦ લાખ મોતોમાંથી ૮૬ ટકા મોત મધ્યમ આવકવાળા દેશોમાં છે, જે આ બીમારીઓનો શિકાર થઈ રહ્યાં છે. ભારત પણ તે દેશમાં સામેલ છે. લાઇફસ્ટાઇલવાળી ચાર બીમારીઓમાં, દિલની બીમારી, શ્વાસની બીમારી, કેન્સર અને ડાયાબિટીસને કારણે ૨૦૧૧થી ૨૦૩૦ એટલે કે ૨૦ વર્ષોમાં દુનિયામાં ૩૦ લાખ કરોડનું નુકસાન થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે જો ગરીબ દેશ દર વર્ષે આ બીમારીઓને રોકવામાં ૧ હજાર ૮૦૦ કરોડ ખર્ચ કરે તો ઓછા મોત થશે અને કરોડોના આર્થિક નુકસાનથી પણ બચી શકાશે. આવો તમને જણાવીએ કે ભારતમાં આ લોકો બીમારીઓને શિકાર કેમ થાય છે? ભારતમાં ૧૫ વર્ષની મોટી ઉંમરની એક વ્યક્તિ એવરેજ ૫.૬ લીટર દારૂ દર વર્ષે પીવે છે. એવરેજ પુરૂષ ૯ લીટર અને મહિલાઓ ૨ લીટર દારૂ પીવે છે. ૧૫ વર્ષથી મોટી ઉંમરના ૨૮ ટલા લોકો તમાકુનો શિકાર છે. આ સાથે ભારતમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના ૩૪ ટકા લોકો આળસુ છે અને ફિઝીકલ ઇનએક્ટિવિટીનો શિકાર છે. તેમાંથી ૧૧થી ૧૭ વર્ષના ૭૪ ટકા બાળકો આળસુ છે એટલે કે જરૂરી ફિઝીકલ કસરતથી દૂર છે. દર વર્ષે દુનિયામાં ૮ લાખ ૩૦ હજાર લોકો એટલા માટે મોતને ભેટે છે કારણ કે તે આળસુ છે અને કંઈ કરતા નથી. જીવનશૈલીથી થનારા કુલ મોતમાંથી ૨ ટકા લોકો એટલા કારણે મરે છે કારણ કે તે આળસુ છે.
ભારતમાં ૩૧ ટકા લોકોને હાઈ બ્લડ પ્રેશર છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ પ્રમાણે અડધાથી વધુ લોકોને ખબર પડતી નથી કે તે હાઈ બ્લડ પ્રેશરનો શિકાર બની ચુક્યા છે. દર ત્રણમાંથી એકના મોતનું કારણ હાર્ટની બીમારી છે. એટલે કે ૧ કરોડ ૭૦ લાખ લોકો દર વર્ષે આ બીમારીને કારણે મૃત્યુ પામે છે. હાર્ટની બીમારીનો શિકાર બે તૃતિયાંશ લોકો ગરીબ દેશોમાં રહે છે. હાઈબીપીનો શિકાર અડધા લોકોને ખબર નથી કે તેને હાઈ બીપી છે. દુનિયામાં ૯૦થી ૭૯ વર્ષના ૧૩૦ કરોડ લોકો હાઈ બ્લડ પ્રેશરનો શિકાર છે. દર ૬માંથી ૧નું મોત કેન્સરને કારણે થાય છે.
દુનિયાભરમાં ૯૦ લાખથી વધુ લોકો કેન્સરને કારણે મૃત્યુ પામે છે. તેમાંથી ૪૪ ટકાનો જીવ બચાવી શકાય છે. દુનિયાભરમાં થનારા ૧૩ મેતોમાંથી ૧ મોત શ્વાસની બીમારીને કારણે થાય છે. દુનિયાભરમાં ૪૦ લાખ લોકો માત્ર શ્વાસની બીમારીને કારણે જીવ ગુમાવે છે. ભારત જેવા ઘણા દેશોમાં આ બીમારીઓથી થનારા મોત વધવાનું કારણ વાયુ પ્રદૂષણ છે. તેમાંથી ૭૦ ટકા લોકોને બચાવી શકાય છે. જો દેશમાં માત્ર પર્યાવરણ પર કામ કરવામાં આવે તો આ લોકોના જીવ બચાવી શકાય છે. ૮૦ લાખ લોકોનો જીવ તંબાકુ દ્વારા જાય છે. તેમાંથી ૧૦ લાખ લોકો પેસિવ સ્મોકિંગને કારણે મોતને ભેટે છે. એટલે કે ૧૦ લાખ લોકો કોઈ બીજાની સિગારેટના ધુમાડાનો શિકાર થઈને મોતને ભેટે છે. ૮૦ લાખ લોકો દર વર્ષે ખરાબ ભોજન, ઓછુ ભોજન, કે વધુ ભોજનને કારણે મોતને ભેંટે છે.