WHOએ મંકીપોક્સ સંક્રમણને લઈને આખા વિશ્વમાં હેલ્થ ઈમરજન્સી જાહેર કરી

મંકીપોક્સ વાયરસના ફેલાવા અંગે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ એટલે કે ICMRએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ICMRએ આ સંક્રામક બીમારીને લઈને એક નવો સ્ટડી રિપોર્ટ બહાર પાડ્યો છે. તેમાં ભારતમાં ૩ મંકીપોક્સ સબ-કલસ્ટર હોવાની વાત કહેવામાં આવી છે. તેમાંથી એક કેરળમાં જ્યારે ૨ નવી દિલ્હીમાં મળ્યાં છે. એવામાં કેરળ અને દિલ્હીમાં મંકીપોક્સને લઈને વિશેષ સતર્કતા અને સાવધાની રાખવાની જરૂર છે. આ બીમારીના વિશ્વમાં લગભગ ૬૨ હજારથી વધુ કેસ છે. મંકીપોક્સ બીમારી અત્યાર સુધીમાં ૧૦૮ દેશમાં ફેલાઈ છે.

ICMRના સ્ટડી રિપોર્ટ અનુસાર, મંકીપોક્સનું પહેલું સબ-ક્લસ્ટર (હ૫) કેરળ અને દિલ્હી (હ૨)માં મળ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ બંને USA-૨૦૨૨ ON6740511 વર્ગ સાથે જોડાયેલા છે. બીજું સબ-કલસ્ટર  પણ દિલ્હીમાં મળ્યું છે. એક્સપર્ટનું કહેવું છે કે તે USA-૨૦૨૨ ON6740511 વર્ગ સાથે જોડાયેલું છે. ભારત મળેલું ત્રીજું સબ-કલસ્ટર બ્રિટન, અમેરિકા અને થાઈલેન્ડ કેટેગરીનું મળ્યું છે. ભારતમાં મંકીપોક્સના ત્રણ સબ-કલસ્ટર મળ્યા પછી સ્વાસ્થ્ય વિભાગ સચેત અને સતર્ક થયો છે. જેથી ખતરનાક વાયરસનો ફેલાવો રોકી શકાય. સાથે જ તેનાથી સંક્રમિત થયેલા લોકોને ઝડપથી સારવાર ઉપલબ્ધ કરાવી શકાય. ICMRના તાજા સ્ટડી રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે.

એક્સપર્ટનું કહેવું છે કે ભારતમાં મળેલા ૯૦થી ૯૯ ટકા મંકીપોક્સ વાઈરસ સિક્વેંસનું જીનોમ છ.૨ ગ્રુપથી સંબંધિત છે. આ ક્લેડ IIb સાથે જોડાયેલું છે. રિપોર્ટ મુજબ, જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૨ની વચ્ચેના સમય દરમિયાન ૧૮ રાજ્યોમાંથી મંકીપોક્સના ૯૬ શંકાસ્પદ કેસ ICMR-નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી(પુના)ને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. તેમાંથી ૧૦ કેસ પોઝિટિવ મળી આવ્યા હતા. તેમાં દિલ્હીમાંથી ૫ (૩ પુરુષ અને ૨ મહિલાઓ અને કેરળના ૫ કેસ હતા. દિલ્હીમાંથી મળેલા મંકીપોક્સના દર્દીઓની કોઈ પણ પ્રકારની ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી નહોતી. જ્યારે કેરળમાં જે લોકોમાં મંકીપોક્સ મળ્યો તેઓ ભારતથી યુએઈ આવ્યા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHOએ મંકીપોક્સ સંક્રમણને લઈને આખા વિશ્વમાં હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. WHOએ કહ્યું કે આ બીમારી દર્દીનો સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ કરવા કે પછી તેને ખાવાનું ખવડાવવાથી પણ ફેલાય છે. WHOના એક્સપર્ટે જણાવ્યું કે આ સિવાય સંક્રમિત વ્યક્તિના કપડા, વાસણ અને પથારીનો સ્પર્શ કરવાથી પણ મંકીપોક્સ બીમારી ફેલાય છે, એવામાં ખાસ કાળજી રાખવી જરૂરી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news