૪૦ ગામને જોડતા અંડરપાસમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું

દક્ષિણ ગુજરાતના વલસાડમાં મેઘરાજાએ કહેર મચાવતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ લોકો માટે મુશ્કેલી લઈને આવ્યો છે. સૌથી વધુ મુશ્કેલી વલસાડ શહેર અને ૪૦ ગામને જોડતા અંડરપાસે સર્જી છે.

અંડરપાસમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે. ખાસ કરીને નોકરિયાત વર્ગ ઘરે જતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મુશ્કેલીમાં મૂકાયેલા લોકો જીવના જોખમે અંડરપાસમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ઘણા લોકોના વાહનો પણ બંધ થઈ ગયા હતા. લોકો તંત્ર સામે કામગીરી નહીં કરવાના આક્ષેપ કરી રહ્યા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news