સુરતના વિદ્યાર્થીની ડિઝાઈનને પેટન્ટ પણ મળી ગઈ
ફરી એક વાર નવું સંશોધન કરી સિદ્ધિ સાથે સુરતનું નામ દેશ દુનિયામાં રોશન કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. યુરિનમાંથી હાઈ ક્વોલિટીનું પાણી રિકવર કરી શકાય છે. સાથે જ ખાતરનું પણ ઉત્પાદન કરી શકાશે. જે પાણીથી કવર થાય એવી ડિઝાઈન બનાવી છે. કેમિકલ ડિપાર્ટમેન્ટમાં PHD કરી રહેલા વિદ્યાર્થી અસફાક પટેલ અને ડો. અંબિકા આડકરેનો સફળ પ્રોજેકટ હાલ ખૂબ ચર્ચામાં છે. ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ડ્રિન્કિંગ વોટરના પેરામીટર સાથે મેચ કરીને તેને ઈન્ડસ્ટ્રીઝ ગેલ વોટર તરીકે કન્સિડર કરીને ઈન્ડસ્ટ્રીને સપ્લાય કરી શકાય છે અને ખાતર ખેતીકામ માટે વાપરી શકાય છે. જે કિંમતમાં પણ સસ્તું છે. તેમની આ ડિઝાઈનને પેટન્ટ પણ મળી છે.
અસફાક પટેલ આ પ્રોજેક્ટમાં ડો. અરવિંદ કુમાર અને ડો. અલ્કા મોગરેએ માર્ગદર્શન આપ્યું છે. અત્યારે અમે લેબ સ્કેલ પર જે કામ કર્યું છે. તેમાં મારા નેટિવ ભરૂચ રેલ્વે સ્ટેશનથી સોર્સ સેપ્રેટેડ યુરિનના સેમ્પલ લીધા છે. આ માટે અમે જે રિએક્ટર ડિઝાઈન કર્યું છે. તેમાં ન્યૂટ્રોનની ડિજેક્શન ડેફિશિયનસી ખૂબ હાઈ છે. તેનાથી પાણીની ક્વોલિટી મળે છે. તે શ્રેષ્ઠ છે, જે ઈન્ડસ્ટ્રી માટે યૂઝ કરી શકાશે. પબ્લિક ગેધરિંગ સ્થળો જેવા કે, રેલ્વે સ્ટેશન, મોલ, થિએટર કે જ્યાં સોર્સ સેપ્રેટેડ યુરિન સરળતાથી ઉપલબ્ધ હોય છે. ત્યાંથી યુરિન લઈને તેની પ્રોસેસ કરી શકાશે.
હાલ યુરિનને વેસ્ટ ગણીને તેને નદીમાં વહાવી દઈએ છીએ, જેથી તેના ન્યૂટ્રીશન કે, જે પાણીમાં મળે છે. તે જળચર પ્રાણીઓને અસર કરે છે. આ તેમના માટે તે ખતરારૂપ બની શકે છે. તેથી યુરિનના વેસ્ટને વેલ્થમાં રૂપાંતરિત કરવાની કોશિશ ચાલી રહી છે. ખાતરની વાત કરીએ તો, વર્ષ ૨૦૨૧ના આંકડા પ્રમાણે, ખાતરની માગને પહોંચી વળવા ભારતે ૨૭ ટકા ખાતર અન્ય દેશોમાંથી મગાવ્યું છે. તેની સામે જો આ રીતે ખાતર બનાવાશે તો તે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે અને તે અન્ય ખાતર કરતા ૫૦ ટકા કિંમતમાં સસ્તું પણ પડશે તેમ વધુમાં અસફાક પટેલે જણાવ્યું હતું.