કોરોનાની નવી લહેરે ભારત માટે વધાર્યું ટેન્શન! હવે શું કોરોના રસીનો ચોથો ડોઝ લેવો પડશે?

ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ BF.7 ના કેસોની પુષ્ટિ થયા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો અલર્ટ થઈ ગઈ છે અને રેન્ડમ ટેસ્ટિંગ વધારવા પર ભાર  મૂકી રહી છે. જેને લઈને ટોચના અધિકારીઓ બેઠક પણ કરી રહ્યા છે. દેશમાં ગત વર્ષે આ ડેડલી વાયરસે અનેક લોકોનો ભોગ લીધો હતો. ત્યારબાદ કોવિડ રસીના ૩ ડોઝ લગાવવા પર ભાર મૂકાયો હતો. અને હવે મોટાભાગના લોકોના મનમાં એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું તેમણે રસીનો ચોથો ડોઝ પણ લેવો પડશે?  આ અંગે દિલ્હીના IHBAS હોસ્પિટલના  પૂર્વ કન્સલ્ટન્ટ ડો. ઈમરાન અહેમદે કહ્યું કે જે લોકોએ કોરોના રસીનો બુસ્ટર ડોઝ એટલે કે ત્રીજો ડોઝ લીધો નથી તેમણે એ કામ જલદી કરી લેવું જોઈએ એટલે કે ત્રીજો ડોઝ (બુસ્ટર ડોઝ) જેમ બને તેમ જલદી લઈ  લેવો જોઈએ. ચોથા ડોઝના સવાલ પર તેમણે કહ્યું કે હાલ તેની જરૂરિયાત મહેસૂસ થઈ રહી નથી.

શું છે બાઈવેલેન્ટ રસી? તે જાણી લો.. ડો. ઈમરાને કહ્યું કે સ્થિતિ કથળે તો બાઈવેલેન્ટ રસી તૈયાર કરવામાં આવી શકે છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મુજબ આ રસી મેઈન વાયરસના સ્ટ્રેનના કમ્પોનન્ટ અને ઓમિક્રોન વેરિએન્ટના એક કમ્પોનન્ટને મેળવીને તૈયાર કરવામાં આવે છે. તેના દ્વારા ઈન્ફેક્શનથી વધુ બચાવ કરી શકાય છે. તે અસલમાં બુસ્ટર ડોઝનું એડવાન્સ વર્ઝન છે. હવે ભવિષ્યમાં કોરોનાની ગંભીરતાને જોઈને જ નવી રસી વિક્સિત કરવામાં આવી શકે છે. ભારતમાં કોવિડ-૧૯ રસીની શરૂઆત જાન્યુઆરી ૨૦૨૧માં થઈ હતી. અત્યાર સુધીમાં ૭૪ ટકા ભારતીયોએ પહેલો ડોઝ, ૬૮ ટકા લોકોએ બીજો ડોઝ લઈ લીધો છે. ચિંતાની વાત એ છે કે ફક્ત ૨૭ ટકા વસ્તીએ ત્રીજો ડોઝ લીધો છે. આવામાં જો ચોથો ડોઝ આવી જાય તો આ વેક્સીન ડ્રાઈવ વધુ લાંબી ચાલશે.  સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે, જેથી કરીને કોરોના વાયરસના નવા વેરિએન્ટનું જોખમ ઓછામાં ઓછું રહે. આવો જાણીએ તમારે આ માટે શું શું કરવું જોઈએ. સૌથી પહેલા રસીનો ત્રીજો ડોઝ લઈ લેવો. શરદી અને ફ્લૂ થાય તો તરત ટેસ્ટ કરાવો.  સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો.  ભીડ અને મુસાફરીમાં માસ્કનો ઉપયોગ કરો

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news