ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના રાજ્યો માટે હવામાન વિભાગે વરસાદની આગાહી જાહેર કરી

ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી, આગામી ૪ દિવસ લોકો માટે મુશ્કેલ

નવીદિલ્હી: હવામાન વિભાગે ઉત્તરાખંડના તમામ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૪ દિવસ સુધી પહાડી રાજ્યમાં વરસાદ યથાવત રહેશે. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં તબાહી મચાવ્યા બાદ હવે રાહતના સંકેત દેખાઈ રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદથી રાહત મળશે. પરંતુ આ સમયગાળા દરમિયાન તાપમાન વધી શકે છે. હવામાન વિભાગે ૧૯મી સુધીની આગાહી જાહેર કરી છે. જેમાં ઉત્તરાખંડના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ઉત્તરાખંડ રાજ્યના લગભગ તમામ ભાગોમાં પવન સાથે ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગે એક એડવાઈઝરી પણ જાહેર કરી છે અને લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે ચોમાસાના આગમનથી ઉત્તરાખંડમાં ઘણું નુકસાન થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૪-૫ દિવસથી વરસાદથી પરેશાન ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદથી રાહત મળશે, પરંતુ હજુ પણ પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ વરસાદની સંભાવના રહેશે. જો કે, આગામી ૨-૩ દિવસમાં વરસાદ માત્ર કેટલાક જિલ્લા પૂરતો મર્યાદિત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવાર અને શુક્રવારે ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે, ત્યારબાદ વરસાદથી રાહત મળશે.

દિલ્હી એનસીઆરમાં હવામાન હાલ ગરમ અને ભેજવાળું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ૧૭ સપ્ટેમ્બર સુધી હળવો વરસાદ થઈ શકે છે, કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ ભારે વરસાદ પણ જાવા મળશે. ૧૮ અને ૧૯ સપ્ટેમ્બરે હવામાનમાં અચાનક પલટો આવી શકે છે અને વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે.

દેશના અન્ય રાજ્યોમાં વરસાદની સંભાવના છે, જેમાં આગામી ૨૪ કલાકમાં ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, વિદર્ભ અને તેલંગાણામાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તર પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઝારખંડના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news