હવામાન વિભાગે ઉત્તર ભારતમાં તથા ઘણા રાજ્યોમાં આગામી દિવસોમાં વધુ ઠંડી પડવાની આગાહી કરી

સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. મેદાની વિસ્તારોમાં ભીષણ ઠંડી પડી રહી છે. દિલ્લી-એનસીઆર સહિત જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં હાડ ધ્રૂજાવી દેતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ આ ઠંડીમાંથી રાહત મળવાના અણસાર નથી.

રાજધાની દિલ્લીમાં તાપમાન લઘુત્તમ ૭ અને મહત્તમ ૧૭ ડિગ્રી રહેવાનુ અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યુ છે. વળી, ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ગાઢથી અતિ ગાઢ ધૂમ્મસ અને કોલ્ડ વેવની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઠંડીના કારણે ૪ જાન્યુઆરીથી ૭ જાન્યુઆરી સુધી બધી સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. શ્રીનગરમાં ધૂમ્મસ અને ઠંડીના કારણે સવારના સમયમાં વિઝિબિલિટી શૂન્ય સુધી પહોંચી જાય છે. જનજીવન અને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયુ છે. ધૂમ્મસના કારણે લાંબા અંતરની ટ્રેનો વિલંબથી ચાલી રહી છે અને ઘણી ટ્રેનો રદ કરવી પડી છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પંજાબ અને હરિયાણામાં કડાકાની ઠંડી પડી રહી છે. કાશ્મીરમાં કોલ્ડવેવ વધુ તીવ્ર બની ગયુ છે. જ્યારે શ્રીનગરમાં પારો શૂન્યથી પાંચ ડિગ્રી વધુ નીચે ગગડી ગયો છે. ગુલમર્ગ અને પહેલગામાં અત્યાર સુધીનુ સૌથી ઓછુ તાપમાન નોંધવામાં આવ્યુ છે. હવામાન વિભાગે આગલા થોડા દિવસો સુધી ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડો પર હિમવર્ષા સાથે વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. હિમાલયી વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલ હિમપાતના કારણે પારો શૂન્યથી નીચે જતો રહ્યો છે. ઘણી જગ્યાએ પાણી જામી ચૂક્યુ છે. ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્લીના અમુક ભાગોમાં ગાઢ ધૂમ્મસ છવાઈ શકે છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનના અમુક ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ રહેવાની સંભાવના છે. પંજાબના અમુક ભાગો અને ઉત્તર રાજસ્થાનન સાથે હરિયાણાના અમુક ભાગોમાં કોલ્ડવેવ રહેશે. લગભગ આખા દેશમાં હવામાન સૂકુ રહેશે. માત્ર તટીય આંધ્ર પ્રદેશ સાથે તટીય તમિલનાડુના અમુક ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે.તો આ તરફ ઉતર ભારતમાં કડકડતી ઠંડીની સાથે બરફ વર્ષા પણ શરૂ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરના ડોડા, પુંછ, પહલગામ, ગુલમર્ગ અને બનિહાલ સહિતના વિસ્તારોમાં જાણે બરફની ચાદર છવાઈ ગઈ છે.

તો બીજી તરફ સહેલાણીઓ આ બરફ વર્ષાનો આનંદ ઉઠાવતા જોવા મળ્યા હતા. દેશભરમા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જેમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. શિયાળામાં ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠા વિસ્તારના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમા છેલ્લા ત્રણ-ચાર દિવસથી મહારાષ્ટ્રના ધુલે શહેરમાં કડકડતી ઠંડીના પડી રહી છે. આ શહેરનું તાપમાન ૭.૮ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી ત્યાંના વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળતો નથી. જેના કારણે ત્યાંનું તાપમાન યથાવત રહે તેવું અનુમાન છે.

મહારાષ્ટ્ર ઉપરાંત સમગ્ર દેશની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ઉત્તર ભારત, પંજાબ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ જેવા રાજ્યોમાં કોલ્ડવેવ આવવાની ચેતવણી જાહેર કરી છે. મહારાષ્ટ્રના અલગ-અગલ શહેરોમા ઠંડી વધી છે. જેમા ધુલેમાં ૭.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જલગાંવનું તાપમાન ૯.૮ ડિગ્રી સેલ્સિયસ, ઔરંગાબાદ અને નાસિકમાં ૧૦.૬ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. પુણેમાં તાપમાન ૧૨.૫ ડિગ્રી સેલ્સિયસ થયું છે, જ્યારે નાગપુરમાં લઘુત્તમ તાપમાન ૧૩.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. મહારાષ્ટ્રના જુદાં-જુદાં શહેરામાં તાપમાનનો પારો ઘટ્યો છે જેના કારણે ત્યાંના રહેવાસીઓ ઠંડીથી ધ્રુજી ઉઠ્‌યા છે. ઠંડીના કારણે વાતાવરણમા ધુમસ્સ જોવા મળે છે. જેનાથી કેટલીક વાર લોકોને સમસ્યાનો સામનો કરવો પડશે.

ધૂલે ઉપરાંત રાજ્યના અન્ય શહેરોનું તાપમાનમા નોંધ પાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ઔરંગાબાદમાં તાપમાન ૧૦.૬ ડિગ્રી સેલ્સિયસ, મહાબળેશ્વરમાં ૧૪.૧ ડિગ્રી, માલેગાંવમાં ૧૪.૬ ડિગ્રી, સાતારામાં ૧૪.૯ ડિગ્રી છે. આ સિવાય મુંબઈના કેટલાક વિસ્તારોમા પણ ઠંડીથી લોકો ધ્રુજતા જોવા મળ્યાં. મુંબઈના સાંતાક્રુઝમાં ૧૬.૬ ડિગ્રી, સાંગલીમાં તાપમાન ૧૮.૧ ડિગ્રી,પરભણીમાં ૧૭ ડિગ્રી, ઉદગીરમાં ૧૭.૫ ડિગ્રી, કોલાબામાં ૧૯.૨ ડિગ્રી અને નાંદેડમાં ૧૭.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. દેશમા હવામાન વિભાગે હજુ ઠંડીના તાપમાનમા વધારો થઈ શકે તેવી આગાહી કરી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news