વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદી સામે આવી…આ શહેર છે સૌથી પ્રદૂષિત.. જાણો
વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં નેપાળની રાજધાની કાઠમંડુએ તેનું ટોપ ટેનમાં સ્થાન જાળવી રાખ્યું છે. ખાસ વાત એ છે કે કાઠમંડુએ ન માત્ર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે પરંતુ ટોચ પર પણ કબજો જમાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કાઠમંડુમાં પ્રદૂષણનું મુખ્ય કારણ નેપાળના જંગલોમાં લાગેલી આગ છે. એર ક્વોલિટી મેઝરમેન્ટ સ્ટેશન અનુસાર, કાઠમંડુનો AQI ૨૦૦ના સ્તરને પાર કરી ગયો હતો. આ દરમિયાન હવા પણ ઝેરી બની ગઈ છે.
એયર ક્વોલિટી ટેસ્ટ દરમિયાન, એવું જાણવા મળ્યું હતું કે જેમ જેમ AQI સતત ઘટતો જાય છે, તેમ કાઠમંડુમાં દૃશ્યતા સ્તર પણ ઘટતું જાય છે. તમને જણાવી દઈએ કે વિશ્વના ૧૦૧ શહેરોનું રિયલ ટાઈમ પ્રદૂષણ માપવામાં આવ્યું હતું. આ યાદીમાં ટોચ પર કાઠમંડુ, ત્યારબાદ થાઈલેન્ડનું ચિયાંગ માઈ, ત્રીજા ક્રમે વિયેતનામનું હનોઈ, ચોથા સ્થાને થાઈલેન્ડનું બેંગકોક અને પાંચમા સ્થાને બાંગ્લાદેશનું ઢાકા છે. ટોપ ટેન પ્રદૂષિત શહેરોની યાદીમાં ભારતના બે શહેરો પણ સામેલ છે. આ યાદીમાં કોલકાતા છઠ્ઠા નંબરે અને દિલ્હી નવમા નંબરે છે. અગાઉ ગયા ગુરુવારે નેપાળના પર્યાવરણ મંત્રાલયે કહ્યું હતું કે કાઠમંડુ ખીણ સહિત દેશના મધ્ય અને પૂર્વીય ભાગોમાં જંગલમાં લાગેલી આગ અને કૃષિ અવશેષોને બાળવાને કારણે વાયુ પ્રદૂષણનું સ્તર વધ્યું છે, જે અત્યંત ચિંતાજનક છે. આપણે આ તરફ ધ્યાન આપવાની જરૂર છે. એક અઠવાડિયાની અંદર, કાઠમંડુ વિશ્વના પ્રદૂષિત શહેરોની યાદીમાં ટોચ પર છે.
પર્યાવરણ મંત્રાલયે પોતે આ વખતે સ્વીકાર્યું છે કે નેપાળમાં બારા, પારસા, હિતવન સહિત ૧૪૦ થી વધુ સ્થળોએ વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે છે. પ્રદૂષણથી બચવા માટે ડોકટરોએ માસ્ક પહેરવાનું સૂચન કર્યું છે.