ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ૨૦૩૧માં પ્રશાંત મહાસાગરમાં સમાઈ જશે

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એક ફૂટબોલ ફીલ્ડ જેટલી મોટી લેબ છે. તે ૪૨૦ કિલોમીરટર ઊંચાઈએથી પૃથ્વીની પરિક્રમા કરે છે. તેનું વજન ૪૫૦ ટન છે. તેને નવેમ્બર ૧૯૯૮માં લોન્ચ કરાયું હતું. આ પ્રોજેક્ટમાં અમેરિકા, રશિયા, જાપાન, કેનેડા, બ્રિટેન, સ્વિત્ઝર્લેન્ડ, સ્વીડન, સ્પેન, નોર્વે, નેધરલેન્ડ્‌સ, ઈટાલી, જર્મની, ફ્રાન્સ, ડેન્માર્ક અને બેલ્ઝિયમ સામેલ છે. બ્રાઝિલ ૨૦૦૭માં આ પ્રોગ્રામથી અલગ થયું હતું. ISSમાં અંતરિક્ષ યાત્રીકો માટે તમામ સુવિધા અવેલેબલ છે. અહીં ૬થી ૮ લોકો ૬ મહિના સુધી રહી શકે છે. તેના પર પૃથ્વીથી ઉડાન ભરનારા મોટા અંતરિક્ષ યાન ઉતારાય છે.

અત્યાર સુધી ૧૯ દેશોના ૨૦૦થી વધારે અંતરિક્ષ યાત્રીકોએ ISS પર ઉતારો કર્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વૈજ્ઞાનિકોએ  ISSમાં નાની ક્રેક જોઈ હતી. ત્યારબાદ કહેવાયું હતું કે આ લેબ હવે કેટલાક વર્ષોની જ મહેમાન છે. તેમાં થયેલા કેટલાક નુકસાનને રિપેર કરવા મુશ્કેલ છે. NASAના જણાવ્યા પ્રમાણે, ISSને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ક્રેશ કરાશે. તે જગ્યાનું નામ નીમો છે. નીમો પોઈન્ટ જમીનથી આશરે ૨૭૦૦ કિલોમીટર દૂર છે.

આ જગ્યા ગ્લોબલી અંતરિક્ષના જૂના સ્પેસ સ્ટેશન, સેટેલાઈટ અને અન્ય વેસ્ટ ડિસ્પોઝ કરવા માટેની જ છે. પોઈન્ટ નીમો આસપાસ કોઈ પણ જહાજ ફરી શકતું નથી. અહીં માનવ વસ્તી પણ વસવાટ કરી શકતી નથી. વર્ષ ૧૯૭૧થી લઈ અત્યાર સુધી આશરે ૩૦૦ પ્રકારના અંતરિક્ષ વેસ્ટ અહીં ક્રેશ થયા છે. તેમાં મોટા ભાગે અમેરિકા અને રશિયાનો કચરો સામેલ છે. નાસા હેડક્વાર્ટરના કમર્શિયલ સ્પેસના ડિરેક્ટર ફિલ મેકલિસ્ટરના જણાવ્યા પ્રમાણે, આટલા વર્ષો સુધી એજન્સીએ ISSથી જે પણ ડેટા અને જ્ઞાન મળ્યું તેને પ્રાઈવેટ કંપની સાથે શેર કરવામાં આવશે. પ્રાઈવેટ સેક્ટરને સુરક્ષિત, ભરોસાપાત્ર અને સસ્તાં સ્પેસ સ્ટેશન બનાવવા માટે સપોર્ટ કરાશે.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news