પાલનપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો
બનાસકાંઠા જિલ્લાના બે દિવસથી સાંજના સુમારે વરસાદ થતા ખેડૂતોના મુર્જાતાં પાકોને નવ જીવન મળ્યું છે. અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ નોંધાયો છે. જે પ્રમાણે મેઘરાજાએ મોડે મોડે પધરામણી કરી છે તેનાથી ખેડૂતોમાં ફરી આશા બંધાઇ છે.
જિલ્લાના તાલુકામાં નોંધાયેલા વરસાદની વિગતો જોઈએ તો અમીરગઢમાં ૧૫ મિમી કાંકરેજમાં ૧૫ મિમી ડીસામાં ૦૨ મિમી થરાદમાં ૨૨ મિમી દાંતામાં ૦૨ મિમી દાંતીવાડામાં ૦૪ મિમી ડિયોદરમાં ૧૧ મિમી ધાનેરામાં ૦૯ મિમી પાલનપુરમાં ૫૦ મિમી ભાભરમાં ૧૮ મિમી લાખણીમાં ૦૭ મિમી વડગામમાં ૩૩ મિમી વાવમાં ૧૨ મિમી સુઇગામમાં ૦૯ સમગ્ર જિલ્લામાં આ વર્ષમાં ૨૮.૪૧ ટકા એવરેજ વરસાદ નોંધાયો છે