દેશભરમાં ગરમીનો પ્રકોપ વધ્યો!.. અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીની નજીક

દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમી અટકવાનું નામ નથી લઈ રહી. આ દિવસોમાં દેશની રાજધાની દિલ્હીમાં પણ આકાશમાંથી આગ વરસી રહી છે. જોકે બુધવારે સવારે વાદળછાયું વાતાવરણ હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહત્તમ તાપમાન ૩૬.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતા વધારે છે. આ પહેલા મંગળવારે મહત્તમ તાપમાન ૩૬.૮ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આ સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગરમીમાંથી રાહત મળવાની કોઈ આશા નથી. મળતી માહિતી મુજબ આગામી સપ્તાહમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આશંકા છે. આ સાથે ઉત્તર-પશ્ચિમ ભારતમાં એપ્રિલથી જૂન સુધી હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે.

આઇએમડી તરફથી મળેલી માહિતી અનુસાર, ૧૬ એપ્રિલ સુધી મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે. તે જ સમયે, ૧૭ એપ્રિલ સુધીમાં, પાટનગરના વિવિધ વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. આઇએમડી અનુસાર, આગામી અઠવાડિયામાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે. આ સાથે ઉત્તર-પશ્ચિમ ભારતમાં એપ્રિલથી જૂન સુધી હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે. બીજી તરફ, આકરી ગરમીને જોતા દિલ્હી સરકારે શાળાઓને એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં શાળાના બાળકોની ગરમીને લગતી બીમારીઓથી સલામતી માટે જાગૃતિ ફેલાવવા સૂચના આપવામાં આવી છે. આ સર્ક્‌યુલરમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં તાપમાન વધી રહ્યું છે, ઘણા વિસ્તારોમાં પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાનો છે. જેના કારણે વિદ્યાર્થીઓ થાક, ડીહાઈડ્રેશન, ઝાડા અને ઉલ્ટી જેવા ગરમીને લગતા રોગોનો ભોગ બની શકે છે.

માવઠાના માર બાદ હવે ગુજરાતના શહેરો ગરમીમાં શેકાવા જઈ રહ્યા છે. ગુજરાતમાં ગરમી અને માવઠાને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે ૧૫ અને ૧૬ એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ રહેશે. જયારે ૧૫ અને ૧૬ તારીખે રાજયમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રી પર પહોંચી જશેની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.ગુજરાત સહિત દેશભરમાં હિટ એક્શન પ્લાન અંતર્ગત યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news