ફ્રાન્સના પર્યાવરણ પ્રધાને સુરતમાં રીક્ષા ચલાવતા લોકો આશ્ચર્યમાં મુકાયા
રાફેલ બનાવનાર દેશ પ્રાંતના પર્યાવરણ મંત્રીએ બાર્બરા પોમપિલીને સુરત શહેરની ઓટો રિક્ષા ચલાવતા જોઈ દરેક આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. મહાનગર પાલિકાની ગાંધીગીરીથી પ્રભાવિત થઈને ફ્રાન્સના પર્યાવરણ પ્રધાન બાર્બરા સુરત શહેરની મુલાકાતે આવી છે. ફ્રાન્સના મંત્રીનું પ્રતિનિધિમંડળ એરપોર્ટથી સીધુ મનપા કચેરી પહોંચ્યું હતું. ત્યારબાદ મનપાના વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરી મુલાકાત દરમિયાન તેઓએ સુરત મહાનગર પાલિકા કચેરી ખાતે એક ઓટો રીક્ષામાં બેસી રીક્ષા ચલાવી હતી. એક વિદેશથી આવેલી મંત્રી દ્વારા આવી રીતે એ રીક્ષા ચલાવતા જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. બાર્બરા પિન્ક રીક્ષા અને એ બસ જોઈ પણ આનંદિત થઈ ગયા હતા.
સુરત મહાનગરપાલિકાની કામગીરીથી પ્રભાવિત થઈને ૧ ફેબ્રુઆરીનાં રોજ ફ્રાન્સનાં પર્યાવરણ પ્રધાન બાર્બરા પોમપિલી સુરત શહેરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. ફ્રાન્સનાં પ્રધાનોનું પ્રતિનિધિ મંડળ એરપોર્ટથી સીધુ સુરત મહાનગર પાલિકાની કચેરી પહોંચ્યાં હતા. ત્યારબાદ મહાનગર પાલિકાનાં વિવિધ પ્રોજેક્ટોની સમીક્ષા કરી હતી. મનપાના વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરી મુલાકાત દરમિયાન તેઓએ સુરત મહાનગર પાલિકા કચેરી ખાતે એક ઓટો રીક્ષામાં બેસી રીક્ષા ચલાવી હતી. એક વિદેશથી આવેલી મંત્રી દ્વારા આવી રીતે રીક્ષા ચલાવતા જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.
બાર્બરા પિન્ક રીક્ષા અને બસ જોઈ પણ આનંદિત થઈ ગયા હતા. પર્યાવરણ સંદર્ભે આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. પરિણામે સુરત મહાનગર પાલિકાએ શહેરને પ્રદૂષિત થતા અટકાવવા માટે મહાનગર પાલિકા દ્વારા શરૂ કરાયેલી મોબિલીટી બસ સેવા, બાયોડાઈવર્સિટી પાર્ક, પ્લાસ્ટિક પ્રોસેસિંગ સેન્ટર સહિતનાં પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ વિદેશી ટીમ દ્વારા કરવામાં આવશે. વિવિધ પ્રોજેક્ટોની મુલાકાત બાદ વિદેશી મહેમાનો સાંજે ૭ કલાકે દિલ્હી જવા રવાના થશે.