આ રાજ્યમાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા હતી આટલી..

ભારતમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી છે. થોડા દિવસ પહેલા દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોને હચમચાવી દેનારા ભૂકંપે આ વખતે અરુણાચલ પ્રદેશના લોકોને આંચકો આપ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, અરુણાચલ પ્રદેશના લેપા રાડા જિલ્લામાં સ્થિત બસર વિસ્તારમાં આજે સવારે ૯.૫૫ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જણાવવામાં આવ્યું હતું કે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૭ હતી અને આ ભૂકંપનું કેન્દ્ર બસરથી દક્ષિણપૂર્વ દિશામાં ૧૦ કિલોમીટરની ઉંડાઈએ હતું. હાલમાં આ ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

જો કે, લોકોએ આ ભૂકંપના આંચકાને અનુભવ્યા અને ચોક્કસપણે ઘરોમાં વસ્તુઓ પડી ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા શનિવારે નેપાળમાં ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (દ્ગઝ્રઇ)થી લઈને ઉત્તરાખંડ સુધી તેના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ ઉત્તરાખંડના પિથોરાગઢથી ૧૦૧ કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં આવ્યો હતો.

નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બજાંગ જિલ્લાના પટાદેબલ ખાતે ૨૯.૨૮ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૮૧.૨૦ ડિગ્રી પૂર્વ રેખાંશમાં ૧૦ કિમીની ઊંડાઈએ હતું. નેપાળમાં એક અઠવાડિયામાં આ ત્રીજો ભૂકંપ છે અને બિહાર સહિત ભારતના ઘણા ભાગોમાં તેની અસર વારંવાર જોવા મળી હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news