ભારત પર સૌથી મોટો ખતરો, તેજીથી ઓગળી રહ્યો છે હિમાલયનો ગ્લેશિયર

હિમાલયનો ગ્લેશિયર ઓગળવાથી સાઉથ એશિયા પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. હિમાલય વારંવાર ખતરાનું આલાર્મ વગાડે છે પરંતુ સરકારો પાસે હિમાલયને લઈ કોઈ ઠોસ ઉપાય નથી. કેમ કે એટલું તો સ્પષ્ટ છે કે જો હિમાલય કોઈદિવસ પોતાનો પ્રકોપ દેખાડવો શરૂ કરશે તો તેની તબાહી રોકી શકવી માણસની ત્રેવડ નહિ હોય. હિમાલયથી ગ્રીનલેન્ડ સુધી ગ્લેશિયર ઓગળવાથી ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાન પર ગંભીર ખતરો મંડરાયો છે.

પાછલા કેટલાક વર્ષોમાં ઉત્તરાખંડમાં આવેલ આપદાઓને જોતાં સમજી શકાય છે કે હિમાલયે કેવા પ્રકારની ચેતવણીઓ આપી છે પરંતુ સરકાર આ ખતરાથી નિપટવા માટે કોઈ કોશિશ કરતી નથી જણાતી. રિપોર્ટ મુજબ હિમાલયના પેટમાં દુનિયાનો ત્રીજો સૌથી વધુ બરફ જમા છે, જે કાફી તેજીથી ઓગળી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે હિમાલય પર બરફની ચાદર તેજીથી પાતળી થઈ રહી છે, જેના લપેટામાં ભારત, પાકિસ્તાન, નેપાળ અને ભૂટાનના કેટલાય શહેર આવી શકે છે. રિપોર્ટ મુજબ ૧૯૭૫ની સરખામણીએ ૨૦૧૬ સુધી હિમાલય ક્ષેત્રનું ટેમ્પરેચર એક ડિગ્રી વધી ચૂક્યું હતું, જેના કારણે સતત તેજીથી બરફ ઓગળવો શરૂ થઈ ગયો હતો. પાછલા ૪૦ વર્ષોમાં હિમાલય પર રહેલ ગ્લેશિયરે પોતાનું એક ચોથાઈ ઘનત્વ ગુમાવી દીધું છે અને હિમાલય પર રહેલ બરફમાં સતત ટૂટ ફૂટ થઈ રહી છે.

જાન્યુઆરીમાં કોલંબિયા યૂનિવર્સિટી દ્વારા પ્રકાશિત રિપોર્ટ મુજબ વર્ષ ૧૯૭૫થી વર્ષ ૨૦૦૦ સુધી જેટલી તેજીથી બરફ ઓગળી છે તેટલી બરફ માત્ર પાછલા બે વર્ષમાં ઓગળી ચૂકી છે. કોલંબિયા યૂનિવર્સિટીના રિપોર્ટ મુજબ પાછલા ૪૦ વર્ષમાં હિમાલય પર રહેલ ૬૫૦ ગ્લેશિયરનું અધ્યયન કરવામાં આવ્યું છે. આ ગ્લેશિયર હિમાલય પર ૨ હજાર કિલોમીટરના વિસ્તારમાં પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ફેલાયેલ છે. આ રિસર્ચ વિશે જણાવતાં કોલંબિયા યૂનિવર્સિટીના રિસર્ચર જોશુઆ મૉરેરે કહ્યું હતું કે હિમાલય પર આટલી તેજીથી ગ્લેશિયર કેમ ઓગળી રહ્યા છે તે સ્પષ્ટ નથી થઈ શક્યું અને તેની ગતિ વિશે પણ માલૂમ કરી શકાયું નથી, પરંતુ તેની ગતિ બહુ મોટા ખતરા તરફ ઈશારો કરી રહી છે. વર્ષ ૨૦૦૦ પહેલાં ગ્લેશિયર ઓગળવાની ગતિ હરેક વર્ષે ૦.૨૫ મીટરહતી, જે વર્ષ ૨૦૦૦ બાદ વધીને અડધો મીટર દર વર્ષ થઈ ગઈ. અને આ બહુમ મોટો ખતરો છે.

ઓગળનાર બરફથી જે પાણી મળે છે, તેના પર કરોડો લોકોના જીવન ર્નિભર કરે છે. પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં ધરતી પર કાર્બન ઉત્સર્જન, જીવાશ્મ ઈંધણનો ખુબ ઉપયોગ થયો, જેને કારણે ઓજોન પડમાં ગાબડું પણ થયું અને તેની સીધી અસર ગ્લેશિયર પર પડે છે. જેને લઈ ઈંટરગવર્મેંટલ પેનલ ઑન ક્લાઈમેટ ચેંજે બે મહિના પહેલાં રિપોર્ટ આપ્યો હતો કે આ સદીના અંત સુધી હિમાલયના ગ્લેશિયર પોતાની એક તૃતિયાંશ બરફ ગુમાવી દેશે અને જો દુનિયામાં પ્રદૂષણ આ ગતિએ જ વધતું રહ્યું તો વર્ષ ૨૧૦૦ સુધી યૂરોપના ૮૦ ટકા ગ્લેશિયર સંપૂર્ણપણે ઓગળી જશે અને લોકોને તરસા મરવાની નોબત આવી જશે.

તેમણે કહ્યું કે હવે સ્થિતિ એવી છે કે એક પળ પણ તમે બરબાદ ના કરી શકો કેમ કે તમારી પાસે રહેવા માટે બીજો એકેય ગ્રહ નથી. તેમણે કહ્યું કે હવામાં પ્રદૂષણનું સ્તર એટલું વધી ચૂક્યું છે કે માત્ર વાયુ પ્રદૂષણથી હર વર્ષે દુનિયામાં ૭૦ લાખથી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. જ્યારે તેમણે કહ્યું કે અમેરિકામાં હાજર ગ્લેશિયર પહેલા લગાવવામાં આવેલ અનુમાનના મુકાબલે ૧૦૦ ગણો વધુ ગતિએ ઓગળી રહ્યો છે. ગ્લેશિયર ઓગળવાથી આખી માનવ જાતિના અસ્તિત્વ પર બહુ ગંભીર સંકટ આવી શકે છે કેમ કે દુનિયાની મોટાભાગની આબાદીનું જીવન માત્ર અને માત્ર ગ્લેશિયરના કારણે જ ટકેલું છે. હિમાલયના ગ્લેશિયરથી જે પાણી નિકળે છે તેના પર ૨ અરબ એટલે કે ૨૦૦ કરોડ લોકો ર્નિભર છે. ખેતી માટે પણ આ ગ્લેશિયરથી જ પાણી મળે છે. જો ગ્લેશિયરથી પાણી મળતું બંધ થઈ જાય તો સાઉથ એશિયાના તમામ દેશ જેમાં ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગા્‌લદેશ અન ભૂટાન સૌથી વધુ પ્રભાવિત થશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news