દિલ્હી યુનિવર્સિટીમાં સૌથી વધુ પ્રદૂષણ નોંધાવા સાથે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હવા ઝેરી બની

નવીદિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક છે. ત્યારે શિયાળાની શરૂઆતની શાથે જ હવામાન વિભાગે દિલ્હીમાં વાયુ પ્રદૂષણને લઈને પહેલાથી જ ચેતવણી જાહેર કરી હતી કે દશેરા પછી દિલ્હીમાં પ્રદૂષણ વધતુ જોવા મળી શકે છે. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હવા હવે ઝેરી બની રહી છે. ઘણી જગ્યાએ એર ક્વોલિટી ઇન્ડેક્સ PM ૨.૫ બુધવારે ૧૯૦ નોંધાયો હતો. જો ગુરૂવારની સવારની વાત કરીએ તો તે ૨૦૦નો આંકડો પાર કરી ગયો છે. જો આપણે સમગ્ર દિલ્હીની વાત કરીએ તો તે ચિંતાનો વિષય બની ગયો છે કારણ કે ગુરુવારે AQI ૨૫૬ નોંધવામાં આવ્યો હતો. સૌથી વધુ પ્રદૂષણ દિલ્હી યુનિવર્સિટીમાં ૩૧૬ નોંધાયું હતું જે ખૂબ જ ખરાબ સ્તરે છે. સૌથી ઓછું મથુરા રોડ પર કરવામાં આવ્યું છે. અહીં ૧૬૯ નોંધાયું છે.

વધી રહેલા વાયુ પ્રદૂષણને જોતા ડોક્ટરોએ શ્વાસ અને હૃદયના દર્દીઓને મોર્નિંગ વોક માટે બહાર ન નીકળવાની સલાહ આપી છે. દેશમાં હવે શિયાળાની શરૂઆત થઈ રહી છે. ત્યારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સવાર-સાંજ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સવારના સમયે મોટાભાગના વિસ્તારો ગાઢ ધુમ્મસમાં ઘેરાયેલા જોવા મળે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૪-૫ દિવસ સુધી હવામાનની આ જ સ્થિતિ રહેશે. જો કે, શનિવારથી દિલ્હી NCR પર હળવા વાદળો છવાયેલા રહેવાની શક્યતા છે. હાલમાં પાટનગરમાં વરસાદની કોઈ શક્યતા નથી.

દિલ્હી ઉપરાંત, હાલમાં મધ્ય અને ઉત્તરીય રાજ્યોમાં હવામાન શુષ્ક રહેવાની ધારણા છે, જો કે ચક્રવાત હેમોનને કારણે, ઉત્તર પૂર્વમાં ભારે વરસાદ અને તોફાન થવાની સંભાવના છે. નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. ચક્રવાતની અસરને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને ઓડિશા, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાઈ વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે.

સ્કાય મેટ વેધરના અહેવાલ મુજબ, આગામી ૨૪ કલાકમાં પશ્ચિમ બંગાળ, તટીય ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, આંદામાન અને નિકોબાર તેમજ લક્ષદ્વીપમાં ભારે વરસાદની સંભાવના છે. જો કે, ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો જાવા મળી શકે છે. TOI અનુસાર, પ્રતિબંધ હોવા છતાં, કેટલાક સ્થળોએ ફટાકડા ફોડવામાં આવ્યા હતા, પરંતુ બુધવારે પવનની ગતિમાં વધારો થવાને કારણે, હવાની ગુણવત્તા ‘ખૂબ નબળી’ શ્રેણીમાં પહોંચી ન હતી. તમને જણાવી દઈએ કે દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ ૧ ઓક્ટોબરથી ૧ જાન્યુઆરી ૨૦૨૪ સુધી ગ્રીન ફટાકડા સહિત તમામ પ્રકારના ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news