કડીમાં અચાનક ઈલેક્ટ્રોનિક ડીપીમાં આગ લાગતા લોકોનો જીવ તાળવે ચોંટ્યો
કડી-છત્રાલ હાઈવે ઉપર આવેલા ક્રિસ્ટલ પ્લાઝાની સામે ગણેશ એપાર્ટમેન્ટની બાજુમાં રાત્રિ દરમિયાન અચાનક જ ઇલેક્ટ્રોનિક ડીપીમાં આગ લાગી હતી. ડીપીમાં ધડાકાભેર આગ લાગતાં લોકો અચંબિત થઈ ગયા હતા. જ્યાં આગ લાગવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં લાઈટ ડૂલ થઈ ગઈ હતી. ગણેશ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા ઇલેક્ટ્રોનિક ડીપીમાં અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આગ લાગતાં આજુબાજુના રહેણાંક વિસ્તારમાં લોકોના જીવ તાળવે ચોંટી ગયાં હતાં. ઇલેક્ટ્રોનિક ડીપીમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો અને થોડીવાર બાદ આપોઆપ જ આગ બુઝાઈ ગઈ હતી અને સ્થાનિક લોકોએ યુજીવીસીએલના અધિકારીઓને જાણ કરી હતી. અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવીને આગળની કામગીરી આરંભી હતી અને આગ લાગવાની ઘટના બનતાં જ આજુબાજુમાં દોડધામ મચી ગઈ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.કડી શહેરના છત્રાલ હાઈવે પાસે અચાનક જ ઇલેક્ટ્રોનિક ડીપીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. રાત્રિ દરમિયાન આગ લાગવાની ઘટના બનતા લોકોમાં દોડધામ તેમજ અફડાતફડી મચી જવા પામી હતી.